બીટકોઈન કેસમાં CID ક્રાઈમે કિરીટ પાલડિયાની કરી ધરપકડ, જાણો વિગત
પરંતુ છેલ્લા પાંચ દિવસથી કિરીટ પાટડિયાની જે પૂછપરછ કરવામાં આવી રહી હતી. તેમા મહત્વપૂર્ણ પૂરાવાઓ હાથ લાગ્યા હતાં. તેમાં કિરીટ પાટડિયાની સક્રિય ભૂમિકા પણ હાથ લાગી હતી. આ સમગ્ર મામલે આજે બપોરે સીઆઇડી ક્રાઇમ દ્વારા સત્તાવાર રીતે ખુલાસો કરવામાં આવી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસીઆઇડી ક્રાઈમનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, 200 બિટકોઈન ટ્રાન્સફર કરવાનો જે મામલો હતો તે કોના વોલેટમાંથી કોના વોલેટમાં ટ્રાન્સફર કરાયા તે અંગેની કોઈ કડી હજુ સુધી મળી નથી.
આ સમગ્ર મામલે શૈલેષ ભટ્ટ ફરિયાદી છે તેમના દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે આ જે સમગ્ર કાવતરું ઘડવામાં આવ્યું છે તે કિરીટ પાટડિયાના ઈશારે જ કરવામાં આવ્યું હતું અને કિરીટ પાટડિયા જ સૌથી મોટો સૂત્રધાર છે. કિરીટ પાટડિયાએ શૈલેષ ભટ્ટનાં પાર્ટનર હતા અને તેણે ભટ્ટ પર એવો પણ આરોપ લગાવ્યો છે કે, તેનો ગુનાહીત ઈતિહાસ છે.
બિટકોઇન મામલે અત્યાર સુધીમાં પાંચ લોકોની ધરપકડ કરી છે જેમાં અમરેલીનાં ડીએસપી જગદીશ પટેલનો પણ સમાવેશ થયો છે. ઝડપાયેલા અમરેલીના એસપી જગદીશ પટેલને સસ્પેન્ડ કરવાનો હુકમ જારી કરવામાં આવ્યો હતો.
અમદાવાદ: 12 કરોડના બિટકોઈન અને પાંચ કરોડ રોકડા પડાવી લેવાનાં કેસમાં ગુજરાત સીઆઈડી ક્રાઈમ બ્રાંચ દ્વારા કિરીટ પાલડિયાની આખરે ધરકપકડ કરવામાં આવી છે. બિટકોઈન તોડ પ્રકરણમાં સીઆઈડી દ્વારા અત્યાર સુધીમાં 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -