ગુજરાતમાં પોલીસને ડ્યુટી પર મોબાઈલ ફોન નહીં વાપરવા ફરમાન, કોને કોને મળી છૂટ? જાણો વિગત
નોંધનીય છે કે જે પોલીસ કર્મચારીઓ ટ્રાફિકમાં ફરજ બજાવતા હશે તે લોકોને આ કાયદો અને વ્યવસ્થા લાગુ પડશે નહીં. આ ઉપરાંત VIP બંદોબસ્તમાં હોય, વિધાનસભા સંકુલ, સ્વર્ણિમ સંકુલ અને પ્રધાન નિવાસ સ્થાનમાં ફરજ બજાવતા સલામતી રક્ષકોને આ આદેશ લાગુ પડશે નહીં. જેના કારણે તેઓ નોકરી દરમિયાન પોતાનો મોબાઈલ ફોન વાપરી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાતના પોલીસ વડાએ આ પરિપત્ર બહાર પાડીને આદેશ કર્યો છે. જેમાં ઓન ડ્યુટી ફરજ બજાવી રહેલ પોલીસ કર્મચારીઓ મોબાઈલ વાપરી શકશે નહીં. જેમાં પોલીસ કર્મચારીઓને ઓન ડ્યુટી પોતાના મોબાઈલ ફોન સ્વિચ ઓફ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.
ગુજરાતના પોલીસ વડાએ એક પરિપત્ર બહાર પાડ્યો છે કે, ડ્યુટી પર ફરજ બજાવી રહ્યા હોય ત્યારે પોલીસ કર્મચારીઓને મોબાઈલ ન વાપરવાનો આદેશ કરવામાં આવ્યો છે. આ આદેશ કરતાં ઓન ડ્યુટી કામ કરી રહેલ પોલીસ કર્મચારીઓ માટે મુશ્કેલી સર્જાઈ છે. જોકે ઘણાં પોલીસ કર્મચારીઓને મોબાઈલ વાપરવામાં છૂટ પણ આપવામાં આવી છે. મોબાઈલ ન વાપરવો તે અંગે પોલીસ અધિકારીઓ અંદરો-અંદર ચર્ચા ચાલુ કરી દીધી હતી.
અમદાવાદ: દેશમાં લોકોને મોબાઈલની આદત પડી ગઈ છે ત્યારે આ બાબતથી કદાચ છૂટકારો મેળવવા માટે ગુજરાતમાં એક ફરમાન બહાર પાડવામાં આવ્યું છે. જેમાં ગુજરાતમાં હવે પોલીસ કર્મચારીઓ ઓન ડ્યુટી દરમિયાન ફોનનો ઉપયોગ કરી શકશે નહીં. આ ફરમાન બહાર પડતાં જ પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બન્યો હતો. પોલીસ કર્મચારીઓ ઓન ડ્યુટી દરમિયાન મોબાઈલ વાપરી શકશે નહીં આવું કદાચ પહેલીવાર બન્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -