✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

યુપીમાં ભાજપના ચૂંટણી ઈન્ચાર્જ બનાવ્યાના એક અઠવાડિયામં જ ઝડફિયાનું પત્તું કપાયું ? જાણો શું થયો ફેરફાર ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  07 Jan 2019 10:29 AM (IST)
1

અમદાવાદઃ લોકસભાની ચૂંટણી માટેની તૈયારીના ભાગરૂપે ભાજપે અલગ અલગ રાજ્યોમાં ચૂંટણી ઈન્ચાર્જ નિમવામાં આવ્યા છે. આ કવાયતના બીજા તબક્કામાં ભાજપે કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડાને ઉત્તર પ્રદેશના ચૂંટણી ઈન્ચાર્જ નિમતાં આશ્ચર્ય સર્જાયું છે.

2

ઝડફિયાને ઉત્તર પ્રદેશના ચૂંટણી ઈન્ચાર્જ બનાવવાની જાહેરાત થઈ એ વાતને અઠવાડિયું પણ નથી થયું ત્યારે અચાનક જ ભાજપના વલણમાં આવેલા ફેરફારના કારણે ભાજપમાં પણ આશ્ચર્ય છે. ઝડફિયાની ભૂમિકા શું હશે તે વિશે ભાજપ દ્વારા સ્પષ્ટતા કરાય તો જ ચિત્ર સ્પષ્ટ થશે.

3

કેટલાક અખબારી અહેવાલ પ્રમાણે ગોરધન ઝડફિયા ઉત્તર પ્રદેશમાં કો-ઈન્ચાર્જ એટલે કે સહપ્રભારી તરીકે કામ કરશે. ઉત્તર પ્રદેશમાં કુલ 6 સહપ્રભારી હશે અને તેમાંથી એક ઝડફિયા હશે. બીજી તરફ કેટલાક અખબારોમાં એવા અહેવાલ છે કે, ઝડફિયા ચૂંટણી ઈન્ચાર્જ હશે જ્યારે નડ્ડા તમામ બાબતોના ઈન્ચાર્જ હશે.

4

આ પહેલાં ગોરધન ઝડફિયાને ઉત્તર પ્રદેશના ચૂંટણી ઈન્ચાર્જ બનાવાયા હતા. હવે ભાજપે જાહેરાત કરી છે કે, કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા ઉત્તર પ્રદેશના ચૂંટણી ઈન્ચાર્જ છે. આ સંજોગોમાં ગોરધન ઝડફિયાની ભૂમિકા શું હશે તે અંગે ગૂંચવાડો પેદા થયો છે.

  • હોમ
  • અમદાવાદ
  • યુપીમાં ભાજપના ચૂંટણી ઈન્ચાર્જ બનાવ્યાના એક અઠવાડિયામં જ ઝડફિયાનું પત્તું કપાયું ? જાણો શું થયો ફેરફાર ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.