ભાજપનું ‘મહિલા સશક્તિકરણ’, ચૂંટણી સમિતીમાં એક પણ મહિલા નહીં, દલિત પણ નહીં, જાણો વિગત
વિધાનસભા ચૂંટણી પૂર્વે ભાજપથી નારાજ પાટીદારોના મતો સરભર કરવા મોટા નેતાઓ એસસી, એસટી અને ઓબીસી વર્ગની વિવિધ જ્ઞાતિઓ ઉપર ધ્યાન કેન્દ્રીય કર્યું હતું. હવે લોકસભા ચૂંટણીમાં એસસી આગેવાનોની બાદબાકી થતાં તે લાંબાગાળે તેના શું પરિણામો આવશે તે સમય જ જણાવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગયા વર્ષે યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં અનુસૂચિત જાતિ માટેની 13 અનામત બેઠકો પૈકી ભાજપને માત્ર સાત જ બેઠકો મળી હતી. જ્યારે કોંગ્રેસને બેમાંથી ત્રણ ફાયદો અને એક અપક્ષ જિગ્નેશ મેવાણી સાથે છ બેઠકો મળી હતી.
પ્રદેશ પાર્મામેન્ટરી બોર્ડમાં સભ્ય અને રાજ્યસભાના સાંસદ શંભૂપ્રસાદ ટૂંડિયાને પણ લોકસભા ચૂંટણી માટેની સમિતિમાં સમાવાયા નથી. આમ, ભાજપ પાસે દલિત નેતાઓ હોવા છતાં પણ સમિતિમાં ન સમાવતા શહેરી વિસ્તારોની એસસી મોરચાના કાર્યકરોમાં ભારે નારાજગી જોવા મળી હતી.
પરંતુ અનુસૂચિત વર્ગમાંથી આવતા એકપણ નેતાનો સમાવેશ કરવામાં આવ્યો નથી. જ્યારે આ સમિતિમાં એક પણ મહિલાનો પણ સમાવેશ કરવામાં આવ્યો નથી. ગુજરાત ભાજપ પાસે રમણલાલ વોરા અને આત્મરામ પરમાર ગયા વર્ષે વિધાનસભાની ચૂંટણીમાં પરાજય થયા પછી આ બંન્ને નેતાઓ પાસે ખાસ કોઈ જવાબદારી નથી.
ગુજરાત લોકસભાની 26 બેઠકો પૈકી કચ્છ અને અમદાવાદ પશ્ચિમ એમ બે બેઠકો સનુસૂચિત જાતિ માટે અનામત છે. આ બન્ને બેઠકો અત્યારે ભાજપ પાસે છે. લોકસભા ચૂંટણી માટે ભાજપે રચેલી સમિતિમાં 11 પૈકી 4 પાટીદારો, 3 ક્ષત્રિયો, 2 ઓબીસી, 1 એસટી અને 1 બ્રાહ્મણ આગેવાનનો સમાવેશ કરવામાં આવ્યો છે.
અમદાવાદ: ‘સૌનો સાથ સૌનો વિકાસ’ ભાજપના નેતાઓ આવા સુત્રોચ્ચાર કરતાં ફરતા હોય છે પણ ભાજપની અંદર તેનાથી વિપરીત સ્થિતી જોવા મળી છે. ગુજરાતમાં બે એસસી રિર્ઝવ સહિત લોકસભાની 26 બેઠકોને સાચવવા દિલ્હીથી આવેલા ભાજપના નેતાઓએ બુધવારે 11 આગેવાનોની લોકસભા ચૂંટણી વ્યવસ્થા સમિતિની રચના કરી હતી. જેમાં એકપણ દલિત નેતાને સ્થાન ન મળતાં ભાજપના અનુસૂચિત જાતિ મોરચામાં જ અસંતોષ ફાટી નીકળ્યો છે. જ્યારે આ સમિતિમાં એક પણ મહિલાનો પણ સમાવેશ કરવામાં આવ્યો નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -