ટ્રાફિક સિગ્નલ પર કોન્સ્ટેબલ, ટ્રાફિક બ્રિગેડ રોકી શકે નહીં, જાણો શું છે નિયમ
ટીઆરબીના જવાનો કે પછી હોમગાર્ડનું કામ માત્ર ટ્રાફિકની વ્યવસ્થા સંભાળતી ટ્રાફિક પોલીસને મદદરુપ થવાનું હોય છે. પરિપત્ર મુજબ આ લોકો ક્યારેય કોઈ વાહનચાલકને ન રોકી શકે, કે ન તો કોઈ પ્રકારનો તેમની પાસેથી દંડ વસૂલી શકે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદરેક હોમગાર્ડ કે ટીઆરબી જવાનને યુનિફોર્મ પહેરવો ફરજિયાત છે, તમે તેનું નામ તેમજ તે કયા સિગ્નલ પર ઉભો છે, તેનો આઈડી શું છે તેની વિગતો લઈ તેની સામે ફરિયાદ પણ કરી શકો છો.
અમદાવાદઃ ટ્રાફિક સિગ્નલ પર તહેનાત ટીઆરબી જવાન, કોન્સ્ટેબલ કે હોમગાર્ડ્સ ઘણીવાર લોકોને રોકી કાયદાનો ડર બતાવી પૈસા પડાવતા હોય છે. પરંતુ નિયમ મુજબ આ લોકો ક્યારેય કોઈ વાહનચાલકને રોકી શકતા નથી કે ન તો કોઈ પ્રકારનો તેમની પાસેથી દંડ વસૂલી શકતા.
હોમગાર્ડ્સ તેમજ ટીઆરબીના જવાનોને તમારી પાસેથી લાઈસન્સ, PUC કે પછી આરસી બુક જોવા માગવાની પણ સત્તા નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -