હાર્દિકને આંદોલન ચલાવવા કોંગ્રેસ નહીં પણ ભાજપનો આ સાથી પક્ષ આપે છે ફંડ, ખાસ સાથી બાંભણિયાનો આક્ષેપ
ગુજરાતમાં કોંગ્રેસ કે ભાજપ સિવાય અન્ય પાર્ટીને ફાયદો કરાવવા આંદોલન ચલાવી રહ્યો છે. તેની પાછળ નીતિન કુમારની જેડીયુ સરકાર બેફામ પૈસા વાપરી રહી છે. બેંગ્લુરૂમાં તેણે 22 સપ્ટેમ્બરે પ્રશાંત કિશોર સાથે મિટીંગ કરી રાજ્યમાં ભાજપ-કોંગ્રેસ સિવાય અન્ય પાર્ટીને ફાયદો થાય તે માટે સેટિંગ કર્યુ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદિલ્લીથી આવ્યા બાદ હાર્દિક સાથે એવી પણ વાત કરી હતી કે, અનામત અંગે વાત કરવી નહીં, સાથે અલ્પેશ કથિરીયાને છોડાવવા માટે હાર્દિકે કોઈ પણ પ્રયાસ કર્યા નથી. હાર્દિકને આંદોલન ચલાવવા કોંગ્રેસ નહીં પણ ભાજપનો સાથી પક્ષ જ ફંડ આપે છે.
દિનેશ બાંભણિયાએ જણાવ્યું હતું કે, 22 સપ્ટેમ્બર, 2018ના રોજ બેંગ્લુરૂ ખાતે 7.25થી 9.15 વચ્ચે JDUના પ્રશાંત કિશોર સાથે મીટિંગ થઈ હતી. હોટેલ ઈરોસ-નહેરુ પેલેસમાં યોજાઈ હતી. ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસ સિવાય અન્ય પાર્ટીને ફાયદો થાય તે માટે સેટિંગ થયું હતું.
અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા કેટલાંય સમયથી પાટીદાર અનામત આંદોલન ચાલી રહ્યું છે અને આંદોલનના નામે હાર્દિક પટેલ રાજકારણ રમી રહ્યો છે તેવા આક્ષેપો થઈ રહ્યા છે. જોકે દિનેશ બાંભણિયાએ હાર્દિક પટેલ પર કેટલાંક ગંભીર આરોપો લગાવ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -