✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ભાજપના 5 ટર્મથી ચૂંટાતા ક્યા નેતાએ FB પર ‘આઘા રહેજો વિકાસ ગાંડો થયો છે’ ની પોસ્ટ મૂકી ? પછી શું થયા તેમના હાલ ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  03 Sep 2017 10:39 AM (IST)
ભાજપના 5 ટર્મથી ચૂંટાતા ક્યા નેતાએ FB પર ‘આઘા રહેજો વિકાસ ગાંડો થયો છે’ ની પોસ્ટ મૂકી ? પછી શું થયા તેમના હાલ ?
1

કાયમી લોકોને ગુમરાહ કરી રહ્યા છે, તોય પાછા લાજવાને બદલે ગાજી રહ્યા છે. છતાં #અંધભક્તો કહે #વિકાસ થઇ રહ્યો છે, #આઘા_રહેજો_વિકાસ_હવે_ગાંડો_થઇ_રહ્યો_છે.

2

વિપક્ષમુક્ત ભારતની વાતો કરવાવાળા વિપક્ષનેજ પોતામાં ભેળવી રહ્યા છે. તેના કે પાર્ટીના વખાણ કરનાર નેજ રાષ્ટ્વાદી હોવાનનું સર્ટીફીકેટ અંધભક્તો દ્વારા અપાય રહ્યા છે, દેશ માટે તેના કે તેની પાર્ટી વિરુદ્ધ સત્ય બોલનારને રાષ્ટ્દ્રોહી ,અધાર્મિક અથવા વિપક્ષી તરીકેની ઉપમા તેના અંધભક્તો દ્વારા અપાય રહી છે.

3

જીવનભર અને ખરાબ સમયમાં પણ પાર્ટી માટે કાર્યકરનાર પોતાના કાર્યનિષ્ઠ કાર્યકરોને અવગણી તકવાદી પક્ષ પલટુઓને ટિકીટ અપાઇ રહી છે. આગળની સરકારોના ભ્રષ્ટાચારી નેતાઓને જેલ ભેગા કરવાની વાતો કરવા વાળા તેનેજ પોતાની પાર્ટીમાં ભેગા કરી રહ્યા છે.

4

370 ની કલમ દૂર કરીશું કહેનાર તેના વિરોધીઓ સાથે સરકાર ચલાવી રહ્યા છે, રામ મંદીર બનાવીશું કહેનાર આજે તેને કોર્ટનો મામલો ગણાવી રહ્યા છે, હિન્દુત્વ ને નામે જીતનાર #ગૌરક્ષકો ને ગુંડા કહી રહ્યા છે, ગાયોના નામે મત માંગનારા આજે ભારતીય સેનાની પ્રતીષ્ઠિત ગૌશાળા બંધ કરી રહ્યા છે.

5

51℅ FDI નો વિરોધ કરનારા 100% FDI કરી રહ્યા છે, મનરેગાની હાંસી ઉડાવનાર આજે તેને મોટું બજેટ ફાળવી રહ્યા છે, પેટ્રોલ ડિઝલના ભાવ વધારાનો વિરોધ કરનાર આજે રોજ ભાવ વધારો કરી રહ્યા છે, નોટબંધી સમયે મોટા-મોટા ફાયદા ગણાવનાર આજે નુકશાન છુપાવી રહ્યા છે.

6

GST થી વેપારીઓ ત્રાહિમામ કરી રહ્યા છે, રસોઈ માટેનો ગેસ મોંઘો થઈ રહ્યો છે, કામ કરતા પ્રચારમાં વધુ ખર્ચ થઈ રહ્યો છે, રોજગારી આપવાનો દાવો પોકળ સાબીત થઈ રહ્યો છે, કેશ-લેશ ની વાતો કરનારા ટ્રાજેક્સન ચાર્જ લઈ રહ્યા છે, આધારનો વિરોધ કરનારા આધાર ફરજીયાત કરી રહ્યા છે.

7

અમદાવાદઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર અને ભાજપની મજાક ઉડાડવા માટે હાલ સોશિયલ મીડિયામાં ‘વિકાસ ગાંડો થયો છે’ ના મેસેજ વાઇરલ થઈ રહ્યા છે. ભાજપ વિકાસની મોટી મોટી વાતો કરે છે પણ વિકાસ કરતો નથી તેવું કહેતા આ મેસેજના કારણે ભાજપના નેતાઓ છંછેડાઈ જાય છે તેનો પુરાવો તેમણે પૂરો પાડ્યો છે.

8

કોર્પોરેટર કરશન કરમૂરેએ ફેસબુક પર કરેલ પોસ્ટમાં લખ્યું હતું કે, ઓક્સિજન વગર બાળકો મરી રહ્યા છે, યોગ્ય ભાવને અભાવે ખેડૂતો મરી રહ્યા છે, સરહદે સૈનિકો મરી રહ્યા છે, રેલ અકસ્માતોમાં નિર્દોષ લોકો મરી રહ્યા છે, બળાત્કારીને સજા થાય તો પ્રજા મરી રહી છે, સ્વાઇન ફલૂથી દર્દીઓ મરી રહ્યા છે.

9

કરમૂરેની આ પોસ્ટના કારણે ભાજપના નેતાઓએ કરમૂરેને માફી માગવા કહ્યું હતું પણ તેમણે ઈન્કાર કરતાં છેવટે તેમને સસ્પેન્ડ કરી દેવાય છે. વિરોધપક્ષો તથા પ્રજા તો ‘વિકાસ ગાંડો થયો છે’ ના મેસેજની મજા માણે જ છે પણ હવે ભાજપના પોતાના જ નેતાઓ પણ તેમાં જોડાઈ જતાં ભાજપમાં ચિંતાનો માહોલ છે.

10

જામનગર ભાજપ વોર્ડ નં 5માં સતત પાંચ ટર્મથી ચૂંટાતા કોર્પોરેટર કરશન કરમૂરએ હમણાં ભાજપ સરકારની નિષ્ફળતાઓ વર્ણવી ‘આઘા રહેજો વિકાસ ગાંડો થયો છે’ ની પોસ્ટ પોતાના ફેસબુક એકાઉન્ટમાં પોસ્ટ કરતા વિવાદ સર્જાયો હતો. આ વિવાદને કારણે તેમને હાઇ કમાન્ડ દ્વારા છ વર્ષ માટે ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

  • હોમ
  • અમદાવાદ
  • ભાજપના 5 ટર્મથી ચૂંટાતા ક્યા નેતાએ FB પર ‘આઘા રહેજો વિકાસ ગાંડો થયો છે’ ની પોસ્ટ મૂકી ? પછી શું થયા તેમના હાલ ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.