✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ભાજપના ધારાસભ્યની ફરિયાદઃ ટોળાએ મને જીવતો સળગાવી મારી નાંખવાની કોશિષ કરી

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  28 Sep 2016 05:43 PM (IST)
1

તેમણે ફરિયાદમાં જણાવ્યું છે કે, પટેલ રાજુભાઈ, પરેશકુમાર પટેલ, પટેલ રવિકુમાર, સંદીપ વીરપરા, કૌશિક પટેલ, ખમાર સુહાસ વગેરેએ વિસનગરમાં તેમની હિંસક પ્રવૃત્તિઓને વેગ આપવા તથા પોતાની દાદાગીરી બતાવી પ્રજાને ગભરાવી દબાવી દેવાના ઇરાદે પૂર્વ આયોજિત કાવતરું રચી પોતાના 25થી 30 જેટલા મળતીયા દ્વારા મારા પર જીવલેણ હુમલો કરાવ્યો છે.

2

સળગતા કાંકડા તુટેલ કાચની બારમાંથી અંદર બહાર કરવા લાગેલા અને મને કહેવા લાગેલા કે, વિસનગરમાં તમને જીવતો રહેવા3 દઇશું નહીં. વિસનગરમાં અમારો સમય આવી જશે અને આને ગાડી સાથે જીવતો સળગાવી દેવાનો છે અને જીવતો જવા દેવાનો નથી. તેમ કહી કાકડા અંદર બહાર કરી ગાડીની અંદર ફેંકવા જતા અમે આ લોકોના જીવલેણ હુમલાથી ગભરાઈ ગયેલા અને મારી ગાડીના ડ્રાઇવરે મારી ગાડી ઝડપથી ચલાવી મારા ઘરે લઈ આવ્યા હતા.

3

તેમણે ફરિયાદમાં જણાવ્યું છે કે, કાર્યક્રમ પૂરો થવા આવતા હું ડ્રાઇવર સાથે મારી ઇનોવા ગાડીમાં ડ્રાઇવરની બાજુની ખાલી શીટમાં બેસી ઘરે આવવા નીકળ્યો હતો. તે વખતે એસ.કે. કોલેજના કેમપ્સમાં મેં પટેલ રવિકુમાર જંયતીભઆઈ તથા પટેલ સંદીપ વીરપર તથા પટેલ કૌશિકભાઈ ગણેશપુરા તથા ખમાર સુહાસ કનુભાઈ વગેરે હાજર હતા. અને તેમને પોતાના મોબાઇલ ફોન પર વાતચીત કરતા જોયા હતા અને તેઓ એસ.કે. કોલેજમાંથી નીકળી ઘરે જતા હતા. તે દરમિયાન રાતના આશરે પોણા દસેક વાગ્યે આઇટીઆઇ ફાટક પાસ આવતા રોડ પરથી 25થી 30 માણસોનું ટોળું ઉભેલ હોય ડ્રાઇવરે ગાડી ધીમી પાડતા અચાકન અમારી ગાડી પાસે માણસોનું ટોળું ધસી આવ્યું હતું અને તેમના હાથમાં મેટલ જેવા પથ્થરો તથા સળગતા કાંકડા હોઇ અમારી ગાડી ઉપર પથ્થરમારો કરી ગાડીના મારી સાઇડના તથા આગળનો કાચ તોડી નાંખ્યો હતો.

4

ધારાસભ્યની ફરિયાદને આધારે પોલીસે રાજેન્દ્ર અંબાલાલ પટેલ, સંદીપ દિલીપ વીરપરા સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે. તેમણે ફરિયાદમાં જણાવ્યા પ્રમાણએ 27મીએ હું ઘરે જઈ રહ્યો હતો તે વખતે એસ.કે. કોલેજના દરવાજા નજીક વિસનગરના પટેલ રાજુભાઈ અંબાલાલ તથા પટેલ પરેશકુમાર સેવંતીલાલ તથા પટેલ રવિકુમાર જયંતીભાઈ વગેરે માણસો મને જોઇને જય પાટીદાર, જય સરદાર જેવા ઉચ્ચારણો કરી સૂત્રોચાર કરેલા અને કહેલ કે, વિસનગરમાં તમારું કામ પૂરું થયું. હવે અમારો સમય આવશે. સાંજે તને જોઇ લેશું, તેમ બોલતા હતા. પરંતુ વિસનગરમાં શાંતિ ડહોળાય નહીં તેથી હું કંઇ બોલ્યો નહોતો.

5

અમદાવાદઃ વિસગનરના ધારાસભ્ય ઋષિકેશ પટેલ એક કાર્યક્રમમાં હાજરી આપીને ઘરે જઈ રહ્યા હતા, ત્યારે 25થી 30 લોકોના ટોળાએ તેમના પર જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં ગાડીનો કાચ તૂટી ગયો હતો. આ અંગે ઋષિકેશ પટેલે વિસનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે ફરિયાદમાં લખાવ્યા પ્રમાણે 25થી 30 જેટલા શખ્સોએ તેમને જાનથી મારી નાંખવાના ઇરાદે ગાડી ઉપર પથ્થરમારો કરી ગાડીના કાચ તોડી નાંખ્યો હતો અને આ પછી તેમની ઉપર સળગતા કાકડા ફેંકવાની કોશિષ કરી હતી. એટલું જ નહીં તેમણે જીવલેણ હુમલો કરી ગાડીને આશરે 50 હજારનું નૂકશન કરી જતાં રહ્યા હોવાની ફરિયાદ નોંધાવી છે.

  • હોમ
  • અમદાવાદ
  • ભાજપના ધારાસભ્યની ફરિયાદઃ ટોળાએ મને જીવતો સળગાવી મારી નાંખવાની કોશિષ કરી
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.