જયંતી ભાનુશાળી અંગે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ શું કહ્યું, જાણો વિગત
ગાંધીનગર: ભાજપના નેતા જયંતી ભાનુશાલીની યુવતી સાથેની અશ્લીલ હરકતો વાળી કથિત વીડિયો સીડી સામે આવતા ફરી એકવાર ભાજપના નેતાઓના ચરિત્ર સામે સવાલો ઉભા થયાં છે. યુવતી સાથેની અશ્લીલ હરકતો વાળી કથિત વીડિયો સામે આવતા રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતના વરાછાની યુવતીએ કરેલી ફરિયાદ પૂર્વે વાપીની એક યુવતીએ નખત્રાણા પોલીસ મથકમાં ગત 15 એપ્રિલ 2018ના બળાત્કારની ફરિયાદ નોંધાવવા અરજી આપી હતી.
કચ્છના નલિયા દુષ્કર્મ કાંડને પણ આંબી જાય તેવા અબડાસા તાલુકાના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત ભાજપ ઉપાધ્યક્ષ રહી ચુકેલા જયંતિ ભાનુશાળી દ્વારા યુવતીઓ પર આચરાયેલા સેક્સ કૌભાંડની વિગતો ધીમે ધીમે બહાર આવતી જાય છે, વધુ એક સેક્સ કૌભાંડથી સમગ્ર કચ્છમાં ખળભળાટ મચી ગયો છે.
અત્યારે ભાજપમાં ભાનુશાલીની કોઈ જવાબદારી નથી. સમગ્ર પ્રકરણ સામે આવતાની સાથે જ જયંતી ભાનુશાલી પાસેથી ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું લઈ લેવામાં આવ્યું હતું.
તેમની સામે પોલીસ ફરિયાદ પણ થઈ છે, ફોજદારી ગુનો લાગૂ પડ્યો છે, હાલ તપાસનો વિષય છે, સમગ્ર મામલે તપાસના અંતે જે કંઈ કરવું પડશે તેનો ભાજપ નિર્ણય લેશે.
સમગ્ર મામલે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, જયંતી ભાનુશાલી દોષિત પુરવાર ન થાય ત્યાં સુધી ભાજપમાં જ રહેશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -