✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ભાજપના નેતાએ કહ્યું, 'રૂપાણી જશે એવી અફવા ફેલાવનારા પત્રકારો સાનમાં સમજી જાય'

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  14 Jun 2018 02:39 PM (IST)
1

નોંધનીય છે કે, આ અટકળો વહેતી થઈ ત્યાર પછી ગુજરાત ભાજપના મંત્રી પ્રદીપસિંહ વાઘેલાના નામે એક પોસ્ટ ફરતી થઈ છે. જેમાં લખવામાં આવ્યું છે કે, નરેન્દ્ર મોદી નવા નવા આવ્યા ત્યારે ભાજપ વિરોધી, વિકાસ વિરોધી, ગુજરાત વિરોધી લોકો ગુજરાત સ્થિર ના થાય તે માટે સતત અફવા ફેલાવતા હતા.

2

વિજયભાઈ રૂપાણીની સરકાર પાંચ વર્ષ પૂરા કરવાની છે. નરેન્દ્ર મોદીની સરકાર પાંચ વર્ષ માટે ફરી ચૂંટાવાની છે. વિરોધીઓના મૂળીયા ઉખેડી નાખશે. આવી અફવા ફેલાવનારા પત્રકારો સાનમાં સમજી જાય. જોકે, આ પોસ્ટ તેમણે મૂકી છે કે, તેમ તેની ખરાઇ થઈ શકી નથી.

3

અમદાવાદઃ છેલ્લા કેટલાક દિવસથી મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજીનામું આપે તેવી અટકળો ચાલી રહી છે. ત્યારે આજે પાટીદાર નેતા હાર્દિક પટેલે આજે દાવો કર્યો હતો કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગઈ કાલે મળેલી કેબિનેટની બેઠકમાં રાજીનામું આપી દીધું છે અને તેમનું રાજીનામું સ્વીકારી પણ લેવાયું છે. તેના નિવેદનને કારણે આ ચર્ચાએ ફરીથી જોર પકડ્યું છે.

4

એવી રીતે વિજયભાઈ રૂપાણીની સરકાર એકદમ પ્રમાણિકતાથી, નિર્ણાયકતાથી, સંવેદનશીલતાથી, વિકાસશીલતાથી આગળ વધી રહી છે ત્યારે ગુજરાતની સ્થિરતા ડોળવા વિજયભાઈ રૂપાણી રાજીનામું આપશે, આવી અફવા ફેલાવે છે.

  • હોમ
  • અમદાવાદ
  • ભાજપના નેતાએ કહ્યું, 'રૂપાણી જશે એવી અફવા ફેલાવનારા પત્રકારો સાનમાં સમજી જાય'
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.