Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
'બ્લેક મની વ્હાઇટ કેવી રીતે થાય' Google સર્ચ કરવામાં મહાનગરોને પછાડી મહેસાણા મોખરે
જો દેશોની વાત કરવામાં આવે તો ભારત બ્લેક મની વ્હાઇ કેવી રીતે કરવી તે શોઘવામાં મોખરે છે. જ્યારે નેપાળ બીજા સ્થાને યૂએઇ યુનાઇટેડ અમિરાટ્સ ત્રીજા, સાઉદી અરેબિયા ચોથા અને સિંગાપોર પાંચમાં સ્થાને છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમહેસાણા કૃષિ પર આધાર રાખે છે. અને તેનાથી 27 કિલોમીટર દૂર આવેલા ઉંઝામાં ઇસબગુલ જીરાનું મોટાપાયે ઉત્પાદન થાય છે. 21 નવેમ્બર સુધી આ યાદીમાં રાજકોટ મોખરે હતું. હવે મહેસાણાએ તેને ઓવરટેક કરી લીધુ છે.
અમદાવાદઃ કેંદ્ર સરકારે બ્લેક મની, ભ્રષ્ટાચાર અને આતંકવાદીઓ પર અંકુશ લાવવા માટે 500 અને 1000 નીટ રદ્દ કરી દીધી હતી. ત્યાર બાદ સમગ્ર દેશમાં અફરાતફરી મચી ગઇ હતી. લોકો એટીએમ અને બેંકો પર લાંબી લાઇનો લગાવવા લાગ્યા તો. જે લોકો પાસે બિન હિસાબી નાણું પડ્યું હતું એટલે કે બ્લેક મની. તે લોકો ગૂગલને શરણે આવી સર્ચ કરવા લાગ્ય કે બ્લેક મની ને વ્હાઇટ કેવી રીતે કરી શકાય.
ગુગલ પર બ્લેક મનીને વ્હાઇક કેવી રીતે કરવું આ પ્રશ્ન ગુગલને પુછનારામાં ભારતના અન્ય રાજ્યોની સરખા્મણીમાં ગજરાત મોખરે રહ્યું હતું. ગુજરાતની વાત કવરામાં આવે તો રાજ્યમાં બ્લેક મની વ્હાઇટ કેવી રીતે કરવી તે શોઘવામાં મહેસાણા અગ્રેસર રહ્યું છે. આમ મહેસાણાએ અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, જેવા માહાનગરોને પછાડીને આગળ નીકળી ગયું હતું. રાજકોટ આ લીસ્ટમાં બીજા સ્થાને રહ્યું હતું. આ યાદીમાં ગુજરાતનું હબ ગણાતું અમદાવાદ ટૉપ ફાઇવમાં પણ સ્થાન નહોતું ધરાવતું. ટૉપ ફાઇમાં જામનગર ત્રીજા સ્થાને સૂરત ચોથા અને ગાંધીનગર પાંચમાં સ્થાને રહ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -