દિલ્હીનો યુવક 2000ની વ્હીસ્કીની બોટલ ખરીદીને વિમાનમાં ગુજરાતના પોલીસ વડા ઝાની પાસે બેઠો, પછી શું થયું?
ત્યાર બાદ એરપોર્ટ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ ડોમેસ્ટિક એરપોર્ટની બહાર પહેરો ગોઠવી કુશ મલિકને શિવાનંદ ઝાની મદદથી પકડી તેની પાસેથી અંગ્રેજી દારૂની 750 મીલીની બોટલ રૂપિયા 2 હજારની રવિવારે સાંજે 8થી 8.30ની વચ્ચે પકડી પાડ્યો હતો તેની પાસે પરમિટ છે કે કેમ તેની તપાસ કરી હતી. જોકે મુસાફર પાસે પરમિટ ન હોવાથી તેને પકડી પાડ્યો હતો. એરપોર્ટ પોલીસે તેની સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ: દિલ્હીથી અમદાવાદની ફ્લાઈટમાં રવિવારે રાતે અંગ્રેજી દારૂની બોટલ લઈને આવી રહેલો મુસાફર ડ્રાય સ્ટેટમાં દારૂની બોટલ કેવી રીતે ન પકડાય તે માટે રઘવાયો થયો હતો. બોટલને સંતાડવા માટે તે ફ્લાઈટમાં મથામણ કરી રહ્યો હતો અને તેણે દારૂની બોટલ હેન્ડબેગમાંથી કાઢી પાછી મૂકી દીધી હતી. જે તેનાથી એક સીટ છોડી બેઠેલા ગુજરાતના પોલીસ વડા શિવાનંદ ઝા જોઈ ગયા હતા. જેવી તેમની ફ્લાઈટ અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થઈ ત્યારે તેમણે પોલીસને જાણ કરી દીધી હતી.
તે દરમિયાન તેની એક સીટ છોડી બેઠેલા ગુજરાતના પોલીસ વડા શિવાનંદ ઝા દિલ્હીથી પોતાનું એક કામ પતાવીને પરત અમદાવાદ આવી રહ્યા હતા. તે દરમિયાન આ યુવક બેગમાંથી બોટલ કાઢતો હતો તે દરમિયાન તેઓ જોઈ ગયા હતાં. જેથી શિવાનંદ ઝાએ તેને અમદાવાદ એરપોર્ટ પર રોકી પોલીસને જાણ કરી હતી.
જોકે તેણે દિલ્હી એરપોર્ટ પરથી ‘બ્લેક ડોગ બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કી’ રૂપિયા 2 હજારની ખરીદી હતી. જે તેણે હેન્ડ બેગમાં મૂકી હતી. જોકે તેઓ ડ્રાય સ્ટેટમાં વ્હીસ્કી ક્યાં સંતાડવી તેના માટે રઘવાયો થયો હતો. તેથી હેન્ડબેગમાં રહેલી તેની દારૂની બોટલ તેણે કાઢીને પાછી બેગમાં મુકી દીધી હતી.
તેમજ તેમણે પોતે તે મુસાફરને રોકી રાખ્યો હતો. અંતે એરપોર્ટ પોલીસે મુસાફર પાસે પરમિટ ન હોવાથી તેને પકડી પાડ્યો હતો. હરિયાણા ફરીદાબાદ ગ્રીન ફિલ્ડ કોલોનીમાં રહેતા ખાનગી કંપનીમાં કામ કરતાં 34 વર્ષીય કુશ ગુલશનકુમાર મલિકને વડોદરામાં તેની કંપનીનું કોઈ કામ હોવાથી તે રવિવારે દિલ્હીથી અમદાવાદ ફ્લાઈટમાં આવ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -