ગુજરાતના સૌથી મોંઘા ડિવોર્સ: રાજીવ મોદી અને મોનીકા મોદીના કેટલા કરોડમાં થયા છૂટાછેડા, જાણો વિગત
દેશભરમાં સૌથી મોટી રકમનું કાયમી ભરણપોષણ લઈ છુટાછેડા લેવાયા હોય એવી આ બીજી ઘટના છે જ્યારે ગુજરાતની આ પહેલી ઘટના છે. અગાઉ ફિલ્મસ્ટાર ઋત્વિક રોશને સુઝાનખાનને 400 કરોડ ચુકવીને છુટાછેડા મેળવ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમાલિક રાજીવ મોદી અને મોનીકા મોદીના છૂટાછેડાને લઈને બહુ ચર્ચામાં હતાં. જોકે તેનો આજે અંત આવી ગયો હતો. ફેમિલી કોર્ટે ડાયવોર્સ માટેનો કુલિંગ પીરિયડ્સ રદ્દ કર્યો હતો અને સ્પેશિયલ મેરેજ એક્ટની કમલ 128 હેઠળ ડાયવોર્સ કર્યા હતાં.
ફેમિલી કોર્ટે ચૂકાદો સંભળાવ્યા બાદ રાજીવ મોદી અને મોનીકા મોદીના 26 વર્ષના દામ્પત્ય જીવનનો અંત આવ્યો હતો. રાજીવ મોદી અને મોનીકા મોદીના છૂટાછેડા 200 કરોડમાં થયા હતા જે ગુજરાતના સૌથી મોંઘા છૂટાછેડા છે. આ ઉપરાંત રાજીવ મોદી અને મોનીકા મોદીને એક પુત્ર પણ હતો જે હવે બન્નેના છૂટાછેડા થયા પછી હવે રાજીવ મોદી સાથે રહેશે.
ત્યારે બન્ને જણાંએ કોર્ટને કહ્યું હતું કે, 2012થી લગ્ન જીવનના હક્ક ભોગવતા નથી અને અમે બન્ને જણાં સંમત્તિથી છુટા થવા માંગીએ છીએ. ત્યારબાદ ફેમીલી કોર્ટે છુટેછેડાની અરજીનો ચુકાદો 30મી ઓક્ટોબરે રાખ્યો હતો.
કેડિલા ફાર્માસ્યુટિક્લના માલિક રાજીવ મોદી અને તેમના પત્ની મોનિકા મોદીએ સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ ફેમીલી કોર્ટમાં અરસ-પરસની સંમતિથી છુટાછેડા મેળવવા માટે કરવામાં આવી હતી ત્યારે ફેમીલી કોર્ટના જજે બન્ને લોકોના નામ પુછ્યાં બાદ કહ્યું હતું કે, છુટાછેડાની અરજી ઉપર ફેરવિચારણા કરવી છે કે કેમ?
અમદાવાદ: આજે અમદાવાદની ફેમિલી કોર્ટે છૂટાછેડાને લઈને ઐતિહાસિક ચૂકાદો સંભળાવ્યો હતો. જેમાં કેડીલા ફાર્માસ્યુટિકલ્સના માલિક રાજીવ મોદી અને મોનીકા મોદીના છૂટાછેડાને ફેમિલી કોર્ટે મંજૂરી આપી દીધી હતી. રાજીવ મોદી અને મોનીકા મોદીના 26 વર્ષના દામ્પત્ય જીવનનો અંત આવ્યો હતો. રાજીવ મોદી અને મોનીકા મોદીના છૂટાછેડા 200 કરોડમાં થયા હતાં. આ છૂટાછેડા ગુજરાતના સૌથી મોંઘા છૂટાછેડા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -