અબજોનું કોલ સેન્ટર કૌભાંડઃ રાજકોટ-ભાવનગરના ધનિકોએ પણ રોકેલા પૈસા, બધાને દિવાળી પહેલાં કરાશે અંદર
થાણે પોલીસ આ લોકોની વિગતો એકત્ર કરી રહી છે અને દિવાળી પહેલાં સાગર-કાનાણીના આ સાથીઓને પણ ઉઠાવીને અંદર કરી દેવાશે. રાજકોટ અને ભાવનગરમાં મળીને ત્રીસે જેટલા રોકાણકારોએ સાગર ઠક્કરના કોલ સેન્ટર્સમાં રોકાણ કર્યું હોવાનું મનાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસાગર ઠક્કર મૂળ ભાવનગરનો છે જ્યારે જગદીશ કાનાણી રાજકોટ પાસેના ગોંડલનો છે. તેના કારણે બંનેએ પોતપોતાનાં વતનના મિત્રોને પણ પોતાના કોલ સેન્ટર્સમાં રોકાણ કરવા માટે મનાવ્યા હતા. ઉંચા વળતરની લાલચમાં આ લોકોએ મોટા પ્રમાણમાં રોકાણ કર્યું હતું.
કાનાણીએ અમદાવાદથી પોતાના ગેરકાયદેસર ધંધાની શરૂઆત કરી પછી તેણે મુંબઈમાં પણ પોતાનો ધંધો વિસ્તાર્યો હતો. છેલ્લા કેટલાક મહિનાથી કાનાણી ચેન્નાઈ જતો રહ્યો હતો. અમેરિકામાં નિકિતા પટેલની ધરપકડના પગલે તેણે પોતાનો બેઝ ચેન્નાઈ બનાવી દીધો હતો કે જેથી તે કોઈની નજરે ના ચડે.
આ કૌભાંડની તપાસ કરી રહેલા થાણે ક્રાઈમ બ્રાંચના પોલીસ ઈન્સ્પેક્ટર નીતિન ઠાકરેના જણાવ્યા પ્રમાણે સાગર ઠક્કરને કોલ સેન્ટર્સ ઉભાં કરવામાં કાનાણીએ મદદ કરી હોવાનું આરોપીઓની પૂછપરછમાં બહાર આવ્યું પછી પોલીસે કાનાણીને ઝડપી લીધો હતો. કાનાણીની પૂછપરછમાં ઘણી સ્ફોટક વિગતો બહાર આવશે.
કાનાણી માત્ર સાત વર્ષના ગાળામાં કોલ સેન્ટર કિંગ બની ગયો હતો. ભારતમાં ગેરકાયદેસર રીતે આ પ્રકારનાં કોલ સેન્ટરો ચલાવામાં કાનાણી સૌથી મોટા ખેલાડીઓમાં એક છે. સાગરની મહત્વાકાંક્ષા કાનાણીને પણ પાછળ છોડીને ભારતના કોલ સેન્ટર કિંગ બનવાની હતી.
અમદાવાદઃ અબજો રૂપિયાના કોલ સેન્ટર કૌભાંડનો રેલો રાજકોટ અને ભાવનગર સુધી પહોંચ્યો છે. આ કેસની તપાસ કરી રહેલી થાણે પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે સાગર ઠક્કર અને તેના ગુરૂ જગદીશ કાનાણીના કોલ સેન્ટર્સમાં રાજકોટ અને ભાવનગરનાં કેટલાક લોકોનું પણ રોકાણ હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -