કોલ સેન્ટરમાં તોડબાજી કરવા જતા પાલડીના PSI સસ્પેન્ડ
Download ABP Live App and Watch All Latest Videos
View In AppCCTVમાં PSI જે.વી. રાણા સિવિલ ડ્રેસમાં રિવોલ્વર લટકાવીને કોમ્પલેક્સમાં ગયા હોવાનું અને યુવકોને ત્યાંથી લઈ ગયા હોવાનું સાક્ષીની તપાસમાં જણાઈ આવ્યું હતું. ACPએ તપાસ બાદ રિપોર્ટ આપતાં ઝોન-7 DCPએ PSI જે.વી. રાણાને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો હતો. કોલ સેન્ટર ચર્ચાસ્પદ બન્યાં છે ત્યારે PSIને કોલ સેન્ટરના કથિત મામલે સસ્પેન્ડ કરાયાની ઘટનાએ ચર્ચા જગાવી છે.
પોતાના વિસ્તારની બહારના કોમ્પલેક્સમાં ઉપરીઓને જાણ કર્યા વગર અને પોલીસ ચોપડે કોઈપણ જાતની નોંધ કર્યા વગર જ જઈને તોડબાજી કરવા ગયેલા મનાતા PSI રાણા સામે એન ડિવિઝન ACPને તપાસ સોંપવામાં આવી હતી.
થોડા સમય બાદ પીએસઆઇ રાણા ઉપર ભલામણ આવતાં તેમણે ચારેય યુવાનને કેસ કર્યા વગર કે પૈસા લીધા વિના જવા દીધા હતા. અંગે યુવાનોએ ઝોન-7 ડીસીપી વિધિ ચૌધરીને અરજી કરી હતી કે, પીએસઆઇ રાણા પૈસાનો તોડ કરવા માટે અમારી ઑફિસમાં આવ્યા હતા અને અમને ગેરકાયદે રીતે ફતેપુરા પોલીસ ચોકીમાં ગોંધી રાખ્યા હતા.
પાલડી પોલીસ સ્ટેશનના તાબા હેઠળની ફતેપુરા ચોકીના પીએસઆઇ જદુવિરસિંહ રાણાને તેમના મળતિયાએ એલિસબ્રિજના સેન્ટ્રલ મોલ નજીક ગેરકાયદે કૉલ સેન્ટરની માહિતી આપી હતી. જેને આધારે પીએસઆઇ રાણા 30-09-2016ના રાતના સમયે સર્વિસ રિવૉલ્વર લટકાવીને કૉલ સેન્ટરમાં પહોંચી ગયા હતા. ત્યાંથી અમિત-જિગર સહિતના 4 યુવાનને પકડીને તેમને મોબાઇલ અને લેપટોપ સાથે ચોકીમાં લઈ આવ્યા હતા. જ્યાં યુવાનોને 3-4 કલાક બેસાડી રખાયા હતા.
અમદાવાદઃ એલિસબ્રિજના એક કોલ સેન્ટરમાં તોડ કરવા ગયેલા પાલડીના પીએસઆઇ જદુવિરસિંહ રાણાને સસ્પેન્ડ કરાયા છે. 15 દિવસ પૂર્વેની ઘટનામાં એન-ડિવિઝનના એસીપીએ આપેલા અહેવાલને આધારે ઝોન-7ના ડીસીપી વિધિ ચૌધરીએ આદેશ કર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -