કરોડોના કોલ સેન્ટર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર સાગર ઠક્કર મુંબઈથી ઝડપાયો
જોકે અલગ અલગ કોલ સેન્ટર છતાં કાનાણી અને સાગરે આ વર્ષના માર્ચ મહિનામાં એકસાથે કામ કરવાની શરૂઆત કરી હતી. થાણે ક્રાઇમ બ્રાન્ચ પોલીસના સૂત્રોના કહેવા પ્રમાણે, કાનાણી અમેરિકનોને લોન આપવાની લાલચ આપીને છેતરવા મામલે બદનામ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકાનાણી કોલ સેન્ટર મારફતે અમેરિકનોનો સંપર્ક કરતો હતો અને પેડે લોન્સ નામે શોર્ટ ટર્મ લોનની ઓફર કરતી હતી. બાદમાં પીડિતાઓ પાસેથી તેમના મોબાઇલ નંબર, બેન્ક એકાઉન્ટ નંબર, એડ્રેસ, જન્મતારીખ, પર્સનલ ઇન્ફોમેશન, સહિતની અનેક માહિતી લેવામાં આવતી હતી. કેટલાક કેસોમાં આ માહિતીનો ઉપયોગ પીડિત લોકોને બ્લેકમેઇલિંગ કરવા માટે કરવામાં આવતો હતો.
સાગર ઠક્કર મૂળ ભાવનગરનો છે. ત્યારે કોલ સેન્ટર કૌભાંડનો રેલો રાજકોટ અને ભાવનગર સુધી પહોંચ્યો હતો. આ કેસની તપાસ કરી રહેલી થાણે પોલીસની તપાસમાં બહાર આવ્યું હતું કે સાગર ઠક્કર અને તેના ગુરૂ જગદીશ કાનાણીના કોલ સેન્ટર્સમાં રાજકોટ અને ભાવનગરનાં કેટલાક લોકોનું પણ રોકાણ હતું.
કાનાણીએ 2010માં અમદાવાદમાં બોગસ કોલ સેન્ટર ઉભું કર્યું હતું. કાનાણી અમેરિકનોને લોન આપવાના બહાને ઠગતો હતો. સાગર પહેલી વાર કાનાણીને ત્યાં નોકરીએ રહ્યો હતો અને કાનાણીએ તેને બોગસ કોલ સેન્ટરની ટેકનોલોજી વિશે તથા અમેરિકામાં રહેતા ગ્રાહકોને ફસાવવા શું કરવું તેની સમજ આપી હતી. જોકે બાદમાં ત્રણ વર્ષ અગાઉ કાનાણી સાથે પૈસા મામલે વિવાદ થતાં મિરા રોડ પર સાગરે પોતાનું કોલ સેન્ટર શરૂ કર્યું હતું.
અમદાવાદ: કરોડોના કોલ સેન્ટર કૌભાંડના માસ્ટર માઇન્ડ સાગર ઠક્કરની મુંબઇ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી છે. સાગર દુબઇથી મુંબઇ આવ્યો ત્યારે થાણે ક્રાઇમ બ્રાન્ચે એરપોર્ટ પર ઝડપી પાડ્યો હતો. વિદેશીઓ પાસેથી પૈસા પડાવી 500 કરોડના કોલ સેન્ટર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર સાગર છેલ્લા ઘણાં સમયથી ફરાર હતો.
કાનાણી માત્ર સાત વર્ષના ગાળામાં કોલ સેન્ટર કિંગ બની ગયો હતો. ભારતમાં ગેરકાયદેસર રીતે આ પ્રકારનાં કોલ સેન્ટરો ચલાવામાં કાનાણી સૌથી મોટા ખેલાડીઓમાં એક છે. સાગરની મહત્વાકાંક્ષા કાનાણીને પણ પાછળ છોડીને ભારતના કોલ સેન્ટર કિંગ બનવાની હતી.કાનાણીને અગાઉ થાણે પોલીસે ઝડપી લીધો હતો. 35 વર્ષના કાનાણીની ધરપકડ બોરીવલીમાંથી કરાઈ હતી.
અમેરીકનોને 500 કરોડનો ચૂનો લગાવનાર સાગર ઉર્ફે સેગી ઝડપાઇ ગયો છે. સાગર પોતાનો ટાર્ગેટ પુરો કરવા માટે પોતાની સાથે કામ કરતાં યુવકોને લલચામણી ઓફરો આપતો હતો. જો કોઈ એમ્પલોઈ 50 હજાર ડોલરનો ટાર્ગેટ પૂરો કરે તો તેને રશિયન યુવતી અને ગોવાની ટ્રીપ ઓફર કરતો હતો. તે કર્મચારીઓને મહિને 40 હજાર પગાર આપતો હતો.
આ કૌભાંડની તપાસ કરી રહેલા થાણે ક્રાઈમ બ્રાંચના પોલીસ ઈન્સ્પેક્ટર નીતિન ઠાકરેના જણાવ્યા પ્રમાણે સાગર ઠક્કરને કોલ સેન્ટર્સ ઉભાં કરવામાં કાનાણીએ મદદ કરી હોવાનું આરોપીઓની પૂછપરછમાં બહાર આવ્યું પછી પોલીસે કાનાણીને ઝડપી લીધો હતો.
કાનાણીએ અમદાવાદથી પોતાના ગેરકાયદેસર ધંધાની શરૂઆત કરી પછી તેણે મુંબઈમાં પણ પોતાનો ધંધો વિસ્તાર્યો હતો. છેલ્લા કેટલાક મહિનાથી કાનાણી ચેન્નાઈ જતો રહ્યો હતો. અમેરિકામાં નિકિતા પટેલની ધરપકડના પગલે તેણે પોતાનો બેઝ ચેન્નાઈ બનાવી દીધો હતો કે જેથી તે કોઈની નજરે ના ચડે.
જગદીશ કાનાણી રાજકોટ પાસેના ગોંડલનો છે. તેના કારણે બંનેએ પોતપોતાનાં વતનના મિત્રોને પણ પોતાના કોલ સેન્ટર્સમાં રોકાણ કરવા માટે મનાવ્યા હતા. ઉંચા વળતરની લાલચમાં આ લોકોએ મોટા પ્રમાણમાં રોકાણ કર્યું હતું. રાજકોટ અને ભાવનગરમાં મળીને ત્રીસ જેટલા રોકાણકારોએ સાગર ઠક્કરના કોલ સેન્ટર્સમાં રોકાણ કર્યું હોવાનું મનાય છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -