વિરાટ કોહલીનું 500 કરોડના કૌભાંડી સાગર સાથેનું કનેક્શન આવ્યું બહાર, જાણો વિગતો
થાણે અને અમદાવાદના કોલસેન્ટરોમાંથી સાગરના માણસો વિદેશના વૃદ્ધોને ફોન કરીને લોનના બાકી નીકળતા પૈસા ભરવા ધમકી આપતા હતા. આ કૌભાંડમાંથી સાગરની રોજની આવક રૂપિયા 2કરોડ જેટલી હોવાનું પોલીસ સૂત્રો કહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ: અમેરિકાના નાગરિકોને કોલ સેન્ટરમાંથી ફોન કરીને ધમકાવીને તેમની પાસેથી નાણાં પડાવવાના કૌભાંડના માસ્ટર માઈન્ડ સાગર ઠક્કરનું ભારતીય ક્રિકેટ ટીમના સુપર સ્ટાર વિરાટ કોહલી સાથેનું કનેક્શન બહાર આવ્યું છે.
હાલમાં યુએસ-ઈન્ટરનેશનલ રેવન્યુ સર્વિસ (આઈઆરએસ) કૌભાંડમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને થાણે પોલીસ સાગર અને રીમાને શોધી રહી છે. સાગરના અમદાવાદમાં 20 જેટલા ગેરકાયદે કોલસેટરો ધમધમે છે. મુંબઈ અને થાણેમાં પણ તેનાં 6 કોલ સેન્ટર હતાં.
સાગર પોતાની આ ઑડી કાર લઇને સૈગી મોડી રાતે અમદાવાદ હાઈવે પર રેસીંગ પણ કરતો હતો. સાગર અને તેની બહેન રીમા પોતાના કર્મચારીઓને પગાર આપવા માટે ફાઈવ સ્ટાર હોટલમાં બોલવતાં ત્યારે આ ઑડી કારમાં જ આવતાં.
સાગરે ચંદીગઢ પાસિંગની ઑડી-આર-8 (એલએમએકસ) રૂપિયા 2.47 કરોડ આપીને એક હરાજીમાંથી ખરીદી હતી. આ કારની ચાવી ક્રિકેટર વિરાટ કોહલીના હાથે સાગરને અપાઈ હતી. વિરાટ સાગરને ઓળખતો પણ નહીં હોય પણ
જો કે બીજી કોઈ ખરાબ ધારણા બાંધવાની જરૂર નથી ને કોહલી સાગર સાથે સંકળાયેલો છે તેવી અટકળ કરવાની પણ જરૂર નથી. વાત એમ છે કે સાગર ઠક્કર પાસે જે ઑડી-આર-8 (એલએમએકસ) કાર છે તેની ચાવી કોહલીના હાથે તેને મળી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -