પોતાની સાથે બાઉન્સરો રાખતો સાગર ફાઈવ સ્ટાર હોટલમાં જ રહેતો, કઈ રીતે બન્યો અબજોપતિ, જાણો
સાગર ઠક્કર પાંચ વર્ષ પહેલાં અમદાવાદના વેજલપુરમાં આવેલા શ્રી નંદેશ્વર એપાર્ટમેન્ટમાં રહેતો હતો. રૂપિયા આવી ગયા પછી શહેર બહાર મોંઘોદાટ ફલેટ ખરીદ્યો હતો અને મર્સીડીઝ સહિતની મોંઘી કારો ખરીદી હતી. મોટા ભાગે તે ફાઈવ સ્ટાર હોટલમાં રહેતો. પોતાની સાથે ભણનારા લોકોને તેણે ધંધામાં જોડ્યા હતા કે જેથી કોઈ તકલીફ ના થાય.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅઢળક રૂપિયા આવતાં જ સાગરની લાઇફ સ્ટાઇલ પણ બદલાઇ ગઇ. તેણે ફ્રેન્ચાઈઝી આપવાનું શરૂ કરેલું અને આવું રેકેટ ચલાવવા ઇચ્છતા લોકોને ડેટા ઉપરાંત ઓફિસ અને કમ્પ્યૂટર પણ ભાડે આપતો હતો. તેણે અમદાવાદ અને મુંબઈ ઉપરાંત દિલ્લી અને બીજાં શહેરોમાં પણ ઓફિસો ખોલી હોવાની વિગતો બહાર આવી છે.
સાગર ઠક્કર મુંબઈના વસઈમાં જન્મેલો છે અને ત્યાં જ તેણે ધોરણ 12 સુધી ભણેલો. એ પછી તે અમદાવાદ આવી ગયો હતો. અમદાવાદમાં તે ગ્રેજ્યુએટ થયો અને શરૂઆત નાના પાયે કરીને મોટો કબાડેબાજ બની ગયો. તેનો દબદબો એવો હતો કે સાગર ઠક્કર મીરાં રોડ પર આવેલી ઓફિસમાં આવતો ત્યારે તેની સાથે બાઉન્સર પણ રહેતા હતા.
કોલ સેન્ટરમાં કામ કરતી વખતે તેનો પરિચય વિદેશમાં રહેતા એક એજન્ટ જોડે થયો હતો. એજન્ટની મદદથી દેશમાં પ્રતિબંધિત મેજિક જેક બોક્સ અને વિદેશી નાગરિકોના ડેટા મંગાવી થોડાક સ્ટાફ સાથે પોતાનું કોલ સેન્ટર શરૂ કર્યું. કોલ સેન્ટરના રેકેટમાં ફાવટ આવી જતાં તેણે માયાજાળ દેશનાં વિવિધ રાજ્યોમાં ફેલાવી ને અબજોપતિ બની ગયો.
અમદાવાદઃ અબજો રૂપિયાના કોલ સેન્ટર રેકેટનો માસ્ટર માઈન્ડ સાગર ઠક્કર ચાર વર્ષ પહેલાં અમદાવાદના એક બેડરૂમના નાનકડા ફલેટમાં રહેતો હતો પણ કબાડેબાજી કરીને તે થોડાંક વરસોમાં કરોડોમાં રમતો થઈ ગયો. ફાંકડું ઇંગ્લિશ જાણતો સાગર ઠક્કર પહેલાં કોલ સેન્ટરમાં જોબ કરતો હતો ને તેમાં જ તેનું નસીબ ખૂલી ગયું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -