અમદાવાદઃ પ્રેમીએ કેમ કરી પ્રેમિકાના ભાઈની હત્યા? જાણો કારણ
આ અંગેની જાણ દીપકને થતાં ગત 9મી ઓક્ટોબરે સાંજે દીપક અને તેના બે સાગરીતો ઇશ્વરને રીક્ષામાં બેસાડીને નોબલનગર સાંઇ બાબાના મંદિર પાસે લઈ ગયા હતા. જ્યાં આરોપીઓએ ઇશ્વર પર છરી વડે હુમલો કર્યો હતો અને આ પછી તેને ત્યાં જ મૂકીને ભાગી ગયા હતા. આ પછી સારવાર દરમિયાન ઇશ્વરનું મોત થયું હતું.
આ અંગેની વિગત એવી છે કે, પીંકી અને તેના ભાઈ ઇશ્વર મારવાડી(ઉ.વ.28)ના સાટા પદ્ધતિથી લગ્ન થયા હતા. પીંકીના લગ્ન નોબલનગરના વાલ્મિકી વાસમાં રહેતા ભરત સાથે થયા હતા. જોકે, લગ્ન બાદ પીંકીને પાડોશમાં રહેતા દીપક ચૌધરી સાથે લગ્નેત્તર સંબંધ બંધાયા હતા. દીપક પણ પરણીત હોવા છતાં બે મહિના પહેલાં પીંકી અને દીપક ઘરેથી ભાગી ગયા હતા.
અમદાવાદઃ શહેરના કુબેનરગરમાં એક યુવકે પ્રેમિકાના ભાઈની હત્યા કરી નાંખી છે. પ્રેમિકાને પામવામાં વિઘ્ન બનેલા તેના ભાઈ પગ અને કમર પર છરીના ઘા મારીને ફરાર થઈ ગયા હતા. ઘાયલ પ્રેમિકાના ભાઈને હુમલા પછી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. જ્યાં તેનું મોત થતાં પરિવારે હોબાળો મચાવી દીધો હતો અને મૃતદેહ સ્વીકારવાનો પણ ઇનકાર કરી દીધો હતો. પરિવારે હત્યારાને પકડવાની માગ કરી હતી.
સાટા પદ્ધતિથી લગ્ન થયા હોવાથી પીંકી પ્રેમી સાથે ભાગી જતાં ભરતની બહેન તેના સાસરેથી પાછી આવી ગઈ હતી. આમ, પીંકીના કારણે તેના ભાઈનો ઘરસંસાર પણ તૂટવાના આરે આવી ગયો હતો. આ અંગે પીંકીને ખબર પડતાં તે પ્રેમીને છોડી ઘરે પરત ફરી હતી. આ પછી પીંકીના ભાઈએ સાસરીવાળા જોડે સમાધાન માટે પ્રયત્નો શરૂ કર્યા હતા.