કેટનું પરિણામ જાહેર: અમદાવાદના કેટલા વિદ્યાર્થીઓએ 99 કરતાં વધુ પર્સન્ટાઇલ મેળવ્યાં, જાણો વિગત
વિજય બાંધીયા (99.48), પર્વ ચાઢા (99.54), પ્રતિક પરીવાલ (99.૦4), જયેશ સરાફ (99.87), સંજય છાબરીયા (99.47), શ્રેયા બંસાલ (99.64) શ્રીશ ગર્ગ (99.22) એલી પુલાવવાલા (99.71), વિરાજસિંગ બાથવાર (99.68), મુકુલ ભાંભાણી (99.94), દર્શક લોધીયા (99.97), પ્રાચી થાન્વી (99.18), નીલ પટેલ (99.32), આયુષ ગર્ગ (99.13), ભૌતિક પટેલ (99.12), તક્ષ રીછારીયા (99.34), માલવ વોરા (99.39), ધીરેન ગુરૂનાની (99.85) પ્રભાકર ત્રીપાઠી (99.61) રીતીક મહેશ્વરી (99.59), ગીતાંજ શેઠ (99.97), ઋષભ દાદ (99.૦6), આર્ચિલ પટેલ (99.૦4) વૃતાંત મોદી (99.૦7), મેઘ વસાવડા (99.58) પર્સન્ટાઈલ છે.
આ વખતે 25મી નવેમ્બર, 2018ના રોજ આઈઆઈએમ કલકત્તા દ્વારા કોમન મેનેજમેન્ટ એડમિશન ટેસ્ટ લેવામાં આવી હતી. જેમાં આખા દેશમાંથી 2,41,000 વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.
જોકે ગુજરાતમાંથી 30 વિદ્યાર્થીઓને 99 કરતાં વધુ પર્સન્ટાઈલ હતાં જ્યારે અમદાવાદના ગત વર્ષે માત્ર 20 વિદ્યાર્થીઓ 99 કરતાં વધુ પર્સન્ટાઈલ મેળવવામાં સફળ થયા હતાં. જેથી IIMમાં ઈન્ટરવ્યુ માટે ક્વોલીફાઈ ગણી શકાય તેવા રાજ્યમાં 10 અને શહેરમાં આ વખતે 6 વિદ્યાર્થીઓનો વધારો થયો છે. પ્રથમ ફેઝમાં ઉત્તિર્ણ થયેલા વિદ્યાર્થીઓના હવે ઈન્ટરવ્યુ થશે.
અમદાવાદ: IIM સહિતની દેશની ટોચની મેનેજમેન્ટ ઉચ્ચ સંસ્થાઓમાં પ્રવેશ માટે લેવાતી કોમન એડમિશન ટેસ્ટ (કેટ)ની પરીક્ષાનું શનિવારે પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જાહેર કરેલા પરિણામ મુજબ આ વર્ષે કેટની પરીક્ષામાં અમદાવાદના 26 વિદ્યાર્થીઓએ 99 કરતાં વધુ પર્સન્ટાઈલ મેળવી અમદાવાદનું નામ રોશન કર્યું છે. જ્યારે ગુજરાતના 40થી વધુ વિદ્યાર્થીઓ સફળ થયા હોવાનો અંદાજ છે.