જસ્ટીસ અકીલ કુરેશીને ગુજરાત હાઇકોર્ટના કાર્યકારી ચીફ જસ્ટિસ બનાવાયા
સાથે જસ્ટિસ અકીલ કુરેશની ટ્રાન્સફરને પડકારતી રિટ પણ ગુજરાત હાઇકોર્ટમાં કરવામાં આવશે. આ રિટ અંગે યોગ્ય ચુકાદો નહીં આવે તો સુપ્રીમ કોર્ટમાં પણ રિટ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશને તાત્કાલિક મીટિંગ બોલાવી જસ્ટિસ અકીલ કુરેશની ટ્રાન્સફર અંગે ચર્ચા કરી હતી. જેમાં ૫૦૦થી વધુ વકીલો હાજર રહ્યા હતા. આશરે ૪૫ મીનિટ સુધી ચાલેલી ચર્ચા અને ઉગ્ર દલીલોમાં વિવિધ અભિપ્રાયો અને પગલાંઓની ભલામણ કરવામાં આવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએસોસિએશનનું તારણ છે કે હાઇકોર્ટના સૌથી સિનિયર ન્યાયમૂર્તિ જસ્ટિસ અકીલ કુરેશનીને ટ્રાન્સફર આપી બોમ્બે હાઇકોર્ટમાં સિનિયોરીટમાં પાંચમા ક્રમાંકે મુકવા એ ગેરવાજબી પગલું છે. આ ટ્રાન્સફર અનધિકૃત, અનિચ્છનીય અને ગેરવાજબી હોવાનું એસોસિએશનનું માનવું છે. આ નિર્ણય અને ન્યાયના ઉત્કૃષ્ટ અમલીકરણ સાથે કોઈ સંબંધ નથી. એસોસિએશનનું માનવું છે કે આ પ્રકારના નિર્ણય ન્યાયપાલિકાની સ્વતંત્રતા પર વિપરિત અસર કરનારા છે. જેથી ગુજરાત હાઇકોર્ટના તમામ વકીલો અનિશ્ચિત સમયની હડતાલ પર ઉતરશે. અગાઉ હાઇકોર્ટના કાર્યકારી ચીફ જસ્ટિસ તરીકે જસ્ટિસ અનંત દવેને ચાર્જ કેન્દ્ર સરકારના નોટિફિકેશન દ્વારા સોંપાયો હતો.
અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટના સિનિયર જસ્ટિસ અકીલ કુરેશીને ગુજરાત હાઇકોર્ટના કાર્યકારી ચીફ જસ્ટિસ બનાવવામાં આવ્યા છે. તેઓ બોમ્બે હાઇકોર્ટમાં ચાર્જ ના લે ત્યાં સુધી ગુજરાત હાઇકોર્ટના કાર્યકારી ચીફ જસ્ટિસનું પદ સંભાળશે. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટના કોલેજીયમે ગુજરાત હાઇકોર્ટના સિનિયર જસ્ટિસ અકીલ એ. કુરેશની બોમ્બે હાઇકોર્ટમાં ટ્રાન્સફર કરવાની ભલામણ કરી છે. આ ભલામણના વિરોધમાં ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનના વકીલો અનિશ્ચિત મુદ્દતની હડતાળ પર ઉતરી ગયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -