ગુજરાતનું નવું નજરાણું: અમદાવાદ-ગાંધીનગર વચ્ચે શરૂ થશે મેટ્રો, કયા-કયા રૂટ જોડાશે? જાણો વિગત
અમદાવાદ મેટ્રો રેલના ટ્રાયલ રનની સાથે અન્ય કામ પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. અંડરગ્રાઉન્ડ મેટ્રો રેલની 6 કિલોમીટર ટનલનું કામ પૂર્ણ થઈ ગયું છે. આ માટે ચાર ટનલ બોરિંગ મશીન કામે લગાવી દેવામાં આવ્યા છે. 26 કિલોમીટરની વાયરડગ પૈકી 9 કિલોમીટર બની ગયું છે. વસ્ત્રાલ એપરલ પાર્કથી લઈને કાલુપુર સુધી 95 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે અને ઘીકાંટાથી લઈને કાલુપુર સુધીનું પણ 80 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફેઝ-2ના સંભવિત સ્ટેશનોની વાત કરીએ તો આ રૂટમાં પંડિત દિનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી, ઈન્ફોસીટી, ગિફ્ટ સિટી, સચિવાલય, અક્ષરધામ, મહાત્મા મંદિરનો સમાવેશ કરવામાં આવશે. અમદાવાદથી ગાંધીનગર સુધી મેટ્રો ટ્રેનના પ્રોજેક્ટને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે. પરંતુ હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
મેટ્રો પ્રોજેક્ટ ફેઝ-2માં ગાંધીનગરના મોટાભાગના એજ્યુકેશન ઈન્સ્ટિટ્યૂટને જોડતાં સ્ટેશનનો સમાવેશ કરવામાં આવશે. જેનાથી મેટ્રો ફેઝ-2નો સૌથી વધુ લાભ વિદ્યાર્થીઓને થશે. 5,523 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવનાર મેટ્રો ફેઝ-2માં 28.5 કિલોમીટરનું અંતર રહેશે. જેમાં આશરે 20 જેટલા સ્ટેશનનો સમાવેશ કરવામાં આવશે.
અમદાવાદ: અમદાવાદીઓએ લાંબા સમયથી રાહ જોઈ રહેલા મેટ્રોમાં સફરનું કરવાનું સ્વપ્ન હવે ટૂંક સમયમાં સાકાર થવા જઈ રહ્યું છે. અમદાવાદ-ગાંધીનગર મેટ્રો પ્રોજેક્ટને મંજૂરી મળી ગઈ છે. અમદાવાદમાં મેટ્રો ટ્રેનના સફળ પરીક્ષણ બાદ હવે અમદાવાદથી ગાંધીનગર સુધી મેટ્રો ટ્રેન દોડાવાશે. વાસણા-એપીએમસીથી મોટેરા સુધીની મેટ્રો ટ્રેનની કામગીરી પૂર્ણ કરવામાં આવશે. ત્યારબાદ ગાંધીનગરથી મોટેરા સુધી મેટ્રો પ્રોજેક્ટની કામગીરી હાથ ધરવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -