અમદાવાદના ગેસ્ટ હાઉસમાં દેહવિક્રયનો ધંધો ચાલતો હોવાથી લોકોએ કંટાળીને શું કર્યું? જાણો વિગત
શહેરના જશોદાનગર ઈન્દ્રપુરી ટાઉનશિપમાં આવેલી સોસાયટીઓના સ્થાનિકોએ ત્યાં આવેલા રાધે ગેસ્ટ હાઉસ અને સંગમ ગેસ્ટ હાઉસમાં શનિવારે સાંજે જનતા રેડ પાડી હતી. સામાજિક કાર્યકર જયેશ મુંધવાએ જણાવ્યું હતું કે, અહીં છેલ્લાં 3 વર્ષથી બહારથી યુવતીઓને બોલાવીને દેહવિક્રયનો ધંધો ચલાવી રહ્યા છે.
અમદાવાદ: અમદાવાદના જશોદાનગરમાં આવેલા એક ગેસ્ટ હાઉસમાં ચાલતા દેહવિક્રયનો ધંધો પોલીસ બંધ નહીં કરાવતી હોવાથી સ્થાનિક રહીશોએ જ જનતા રેડ કરી હતી. તેમ છતાં પોલીસે ફરિયાદ નોંધી ન હતી અને માત્ર અરજી લઈ સંતોષ માન્યો હતો.
આખરે એક ગ્રાહકે સ્થાનિક મહિલા સમક્ષ અણછાજતી માગણી કરતા રહીશો ઉશ્કેરાયા હતા અને બંને ગેસ્ટ હાઉસ પર જનતા રેડ પાડી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ આવી પહોંચી હતી અને મામલો શાંત પાડ્યો હતો.
આ અંગે સ્થાનિક રહીશોએ પોલીસને વારંવાર મૌખિક તેમજ લેખિત રજૂઆત કરી હતી. તેમ છતાં પોલીસ દ્વારા કોઈ પણ પગલાં લેવામાં આવ્યા ન હતા. જેના કારણે સ્થાનિક રહીશોનો રોષ ચરમસીમાએ પહોંચી ગયો હતો.