CM રૂપાણીએ સ્વીકારી ‘ફિટનેસ ચેલેન્જ’, એક્સરસાઈઝ કરતો વીડિયો કર્યો પોસ્ટ, કયા CMને આપી ‘ફિટનેસ ચેલેન્જ’
જે બાદ કોહલીએ ચેલેન્જ સ્વીકારી અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. આ સાથે ત્રણ લોકોને ટેગ કર્યાં જેમાં એક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે કેન્દ્રીય મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડે ટ્વિટર પર ફિટનેસ ચેલેન્જ શરૂ કરી હતી. તેમણે આ ચેલેન્જને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીને આપી હતી.
પોતાના ટ્વીટર હેન્ડલ પર CMએ લગભગ અઢી મિનિટનો વીડિયો શેર કર્યો હતો. વીડિયોમાં તેઓ એક્સરસાઈઝ બાદ PM મોદીના વ્યાયામની આદતની તથા રાજ્યવર્ધન સિંહ રાઠોડના આ ચેલેન્જ પ્રોગ્રામની પ્રશંસા કરી હતી. જોકે દેશના યુવાનોને પણ ચેલેન્જના ભાગ લઈને સ્વસ્થ રહેવા માટે જણાવ્યું હતું.
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ દેશભરમાં ચાલી રહેલા ફિટનેસ ચેલેન્જને સ્વીકારી લીધું છે. તેમના ટ્વીટર પેજ પર પોસ્ટ કરાયેલા વીડિયોમાં તેઓ એક્સરસાઈઝ કરી રહ્યા હતાં. ત્યાર બાદ તેઓ સૂર્ય નમસ્કાર કરતાં પણ નજરે પડ્યા હતાં. બાદમાં તેમણે #HumFitTohIndiaFit ફિટનેસ ચેલેન્જ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ડેવેન્દ્ર ફડણવીસને આપી છે.
ગાંધીનગર: કેન્દ્રીય મંત્રી અને ઓલિમ્પિક સિલ્વર મેડલિસ્ટ રાજ્યવર્ધન સિંહ રાઠોડે ટ્વિટર પર શરૂ કરેલી ફિટનેસ ચેલેન્જ હવે ગુજરાત સુધી પહોંચી છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ #HumFitTohIndiaFit ફિટનેસ ચેલેન્જનો સ્વીકાર કરતો એક વીડિયો શેર કર્યો છે. જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -