CM રૂપાણીએ કર્યા ભગવાન જગન્નાથના દર્શન, અમિત શાહ કરશે મંગળા આરતી
ભગવાન જગન્નાથની રથયાત્રાના એક દિવસ પહેલાં સોનાનો મુગટ અર્પણ કરવામાં આવ્યો છે. 140 વર્ષના ઇતિહાસમાં પહેલી વાર જગન્નાથજીને રત્નો જડીત સોનેરી મુગટ અર્પણ કરવામાં આવ્યો છે. રથાયાત્રા પૂર્વે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ પણ ભગવાન માટે પ્રસાદ મોકલ્યો છે. જગન્નાથને જાંબુ મગ અને કેરીનો પ્રસાદ અર્પણ કરાયો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરથયાત્રાના ગણતરીના કલાકો પહેલા દર્શન માટે નેતાઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. વિપક્ષ નેતા પરેશ ધાનાણી કૉંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિતના કૉંગ્રેસના નેતાઓએ પણ રથની પુજા કરી હતી.
પાટીદાર નેતા હાર્દિક પટેલે પણ ભગવાન જગન્નાથજીના દર્શન કર્યા હતા.
અમદાવાદ: ભગવન જગન્નાથની આ વર્ષે 141મી રથયાત્રા ભારે હર્ષોલ્લાસ સાથે નીકળશે. રથયાત્રાની પૂર્વસંધ્યાએ સીએમ રૂપાણી અને ડે.સીએમ નીતિન પટેલે ભગવાન જગન્નાથના દર્શન કર્યા હતા. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ અમદાવાદ પહોંચ્યા છે. અમિત શાહે સવારે ભગવાન જગન્નાથની મંગળા આરતી કરશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -