આખરે સરકાર જાગીઃ પિરાણાના કચરાના ઢગલા અને હવાનું પ્રદૂષણ રોકવાના ઉપાયો શોધવા બનાવી કમિટી, કોણ કોણ છે કમિટીમાં?
આ કમિટીના અન્ય સભ્યોમાં અર્બન ટ્રાન્સપોર્ટના નિષ્ણાંત શિવાનંદ સ્વામી, એલ.ડી. એન્જીનીનયરીંગ કોલેજના પ્રોફેસર જી.એસ. બન, વન અને પર્યાવરણ વિભાગના ડીરેક્ટર, એલ.ડી. એન્જીનીયરીંગ કોલેજના નિવૃત્ત પ્રોફેસર જે.એન. જોષી, ગુજરાત ક્લીનર પ્રોડક્ટશનના ડો. ભરત જૈનની નિમણુંક કરવામાં આવી છે. ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડના સભ્ય સચિવ આ ઉચ્ચ સ્તરીય કમિટિના કન્વીનર રહેશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 5 જુનના રોજ વિશ્વ પર્યાવરણ દિન નિમીત્તે અમદાવાદમાં પોલ્યુશનના પ્રમાણમાં થઈ રહેલા વધારા તેમજ મ્યુનિ. કોર્પોરેશન નાગરીકો માટે સમસ્યા રૂપ બની રહેલા પિરાણા ડમ્પ સાઇટના કચરાંના ઢગલાંનો કઈ રીતે નિકાલ કરવો તે અંગે પણ તેમણે ચિંતા વ્યક્ત કરી હતી. તેના ભાગરૂપે નાગરીકોને સ્વચ્છ પર્યાવરણ પૂરું પાડવાની નેમ સાથે આ કમિટિની રચના કરવામાં આવી છે.
વન અને પર્યાવરણ વિભાગના અધિક મુખ્યસચિવની અધ્યક્ષતામાં આ ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરાઈ છે. જેમાં ઉર્જા અને પેટ્રોકેમીલ વિભાગના અગ્રસચિવ, શહેરી વિકાસ વિભાગના અગ્રસચિવ, મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા અને વાહન વ્યવહાર કમિશ્નરનો સમાવેશ કરવામાં આવ્યો છે.
અમદાવાદમાં એરપોલ્યુશન વધવાને કારણે, વહેલી સવારે અને રાત્રે વિઝીબીલીટી સહિતની પણ સમસ્યા સર્જાઈ હતી. તેમજ પિરાણા ડમ્પીંગ સાઈટની આસપાસના વિસ્તારના રહેલા લોકોને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી પડતી હોવાનું ધ્યાન પર આવ્યું હતું.
અમદાવાદ: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદમાં એરપોલ્યુશનનના કારણો જાણી અને તેને નિયંત્રણમાં લેવા તથા પિરાણાના કચરાનાં ઢગલાંની સમસ્યા અંગે અભ્યાસ કરવા 11 સભ્યોની ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -