ભાજપનો ભવાડોઃ યુવા મોરચાના કાર્યક્રમમાં જમણવારમાં થાળીઓ ઉડી, પછી પાટીદારોના મુદ્દે છૂટા હાથની મારામારી
આ જમણવાર દરમિયાન કાર્યકરોનો ધસારો થઈ જતાં થાળીઓ ઉડી હતી. એટલુ જ નહીં કાર્યક્રમ પૂરો થયો પહેલા અમદાવાદ અને સુરતના કેટલાક કાર્યકરો વચ્ચે પાટીદારોના મુદ્દે શરૂ થયેલી ચર્ચાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા છુટ્ટા હાથની મારામારી સુધી મામલો પહોંચી ગયો હતો.
અધિવેશનમાં ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિત પ્રદેશના નેતાઓ અને મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. બપોરે યોજાયેલા આ અધિવેશનમાં ગુજરાતભરમાંથી આવેલા યુવા મોરચાના કાર્યકરો માટે લાડુ પુરીનું જમણ રાખવામાં આવ્યું હતું.
ભાજપના કાર્યકરો વચ્ચે પાટીદારોના મુદ્દે છૂટ્ટા હાથની મારામારી થઇ હતી અને માંડમાંડ યુવા કાર્યકરોને વિખેરાયા હતા. ભાજપ યુવા મોરચા દ્વારા મંગળવારે અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે વિવેકાનંદ જયંતી નિમિત્તે દિગ્વિજય દિવસ નિમિત્તે ભાજપ યુવા મોરચાનું એક અધિવેશન રાખવામાં આવ્યું હતું.
અમદાવાદ: ભાજપનો ભવાડો મંગળવારે ફરી બહાર આવ્યો હતો. યુવા મોરચા દ્વારા મંગળવારે અમદાવાદ ખાતે યોજાયેલા દિગ્વિજય દિવસ સમારોહમાં લાડુ પુરીના જમણ દરમિયાન પણ કાર્યકરો બાખડ્યા હતા અને થાળીઓ ઉડી હતી. આ ઓછું હોય તેમ સમારોહ પછી ભાજપ યુવા મોરચાના કાર્યકરો બાખડ્યા હતા.