અમદાવાદઃ ભાજપના વ્યાજખોર યુવા નેતા સામે ફરિયાદ, 80 લાખ રૂપિયા પર રોજના દોઢ ટકા વ્યાજ વસૂલતો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 02 Jun 2018 10:30 AM (IST)
1
2
હાલ આ સમગ્ર કૌભાંડમાં યુવા મોરચાના ઉપપ્રમુખ દર્શક ઠાકરની સંડોવણીની પણ ચર્ચા છે. તો આ મામલે ભાજપના યુવા અધ્યક્ષ ઋત્વિજે મૌન સેવ્યું છે
3
ઉદ્યોગપતિ વિવેક શાહે રાહુલ સોની પાસેથી 80 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. રાહુલ સોની રોજના દોઢ ટકા પ્રમાણે વ્યાજ ઉઘરાવતો હતો. વ્યાજનો ધંધો કરતા રાહુલ સોની સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
4
અમદાવાદ યુવા ભાજપ મહામંત્રી રાહુલ સોની વર્ષ 2014થી વ્યાજખોરીનો ધંધો કરે છે. યુવા મહામંત્રીના આ વ્યાજખોરીના ધંધામાં અમદાવાદના અનેક મોટા ઉધોગપતિઓ બરબાદ થયા હોવાની વાતો સામે આવી છે.
5
અમદાવાદઃ એક તરફ કેન્દ્રમાં રહેલી મોદી સરકાર બ્લેકમનીનો નાશ કરવાનો દાવો કરી રહી છે ત્યારે તેમના જ પક્ષના નેતાઓ બ્લેકમનીનો ધંધો કરી રહ્યા છે. અમદાવાદ યુવા ભાજપ મહામંત્રી રાહુલ સોની વ્યાજખોરીનો ધંધો કરતો હોવાનો પર્દાફાશ થયો છે.