કોંગ્રેસ હાઈકમાન્ડ શંકરસિંહ બાપુને કઈ મોટી જવાબદારી સોંપવા થયું તૈયાર ? બાપુ સામે કોને છે વાંધો ? જાણો વિગત
કોંગ્રેસ હાઈકમાન્ડે આ ઓફર મૂકીને બાપુને ફિક્સમાં મૂકી દીધા છે ત્યારે બાપુ આ ઓફરનો સ્વીકાર કરે છે કે નહીં તેના પર સહુની નજર મંડાઈ છે. કોંગ્રેસના વર્તુળોમાં ચર્ચા છે કે, ભરતસિંહથી નારાજ બાપુને મનાવી લેવા માટે ચૂંટણી પ્રચારની જવાબદારી સોંપવા કોંગ્રેસે તૈયારી બતાવી છે ને હવે બાપુએ નિર્ણય લેવાનો છે.
શંકરસિંહ આ ઓફર સ્વીકારશે તો સત્તાવાર જાહેરાત આગામી દિવસોમાં કરવામાં આવશે. કોંગ્રેસે ઉત્તરપ્રદેશ અને પંજાબમાં ચૂંટણી પહેલાં મુખ્યપ્રધાનનો ઉમેદવાર જાહેર ન કરવાની પરંપરા તોડી હતી. પંજાબમાં સફળતા મળી અને કેપ્ટન અમરિંદરસિંઘની સરકાર રચાઈ છે ત્યારે ગુજરાતમાં પણ આ પ્રયોગ કરવામાં આવશે.
બીજી તરફ બાપુ પણ બગડ્યા હતા અને તેમણે બગાવતની ચીમકી આપી હતી. પ્રભારીએ તેમને મનાવવા પ્રયત્ન કર્યા પણ બાપુ ના માનતાં આખરે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના રાજકીય સચિવ અહેમદભાઈ પટેલને મધ્યસ્થી કરવાની ફરજ પડી હતી. તેમણે બાપુ સાથે વાત કરીને તેમને મનાવ્યા હતા.
આ માગ પછી કોંગ્રેસના તમામ પ્રદેશ નેતાઓએ બાપુ સામે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે એવી રજૂઆત કરી હતી કે, બાપુને કેમ્પેઈન કમિટીની જવાબદારી સોંપવા સામે વાંધો નથી પરંતુ મુખ્યપ્રધાનપદના દાવેદાર જાહેર કરવા સામે વાંધો છે. આ અંગે સોનિયા તથા રાહુલ ગાંધી સમક્ષ રજૂઆત કરાઈ હતી.
અલબત્ત એ સ્પષ્ટતા કરાઈ છે કે, બાપુને કેમ્પેઈન કમિટીના ચેરમેન બનાવે તો પણ તેમને ગુજરાતમાં કોંગ્રેસ જીતે તે પછી સરકાર રચવા માટે જે સત્તા માગી છે તે મળી જતી નથી. અલબત્ત તે ગુજરાતમાં કોંગ્રેસને જીતાડે તો તેમનો હાથ ઉપર રહેશે તે જોતાં બાપુ આ દરખાસ્ત સ્વીકારી લે તેવી શક્યતા છે.
અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસમાં મુખ્યપ્રધાનપદનો ચહેરો નક્કી કરવા અને ચૂંટણીની જવાબદારી સોંપવાના મુદ્દે શરૂ થયેલી ખેંચતાણ ચાલી રહી છે. આ માહોલ વચ્ચે કોંગ્રેસ હાઈકમાન્ડે શંકરસિંહ વાઘેલાને કેમ્પેઈન કમિટીના ચેરમેન બનાવી પ્રચારની જવાબદારી સોંપવા લીલી ઝંડી આપી દીધી છે.
કોંગ્રેસના આ નિર્ણયના પગલે ગુજરાત કોંગ્રેસમાં મુખ્યપ્રધાનપદની દાવેદારી માટે લોબિંગ ચાલુ થઈ ગયું હતું. શંકરસિંહ વાઘેલાએ પોતાના નિવાસસ્થાને ધારાસભ્યોને બેઠક બોલાવી અને તેમાં કોંગ્રેસના 36 ધારાસભ્યો દ્વારા બાપુને મુખ્યપ્રધાનપદ માટે આગળ કરવાની માગણી પણ કરવામાં આવી હતી.