કોંગ્રેસે ક્યા ત્રણ નેતાને પક્ષ સાથે ગદ્દારી બદલ રાજીનામાની પાડી ફરજ, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 15 Feb 2018 10:02 AM (IST)

1
ત્રીજા નેતા ધર્મેન્દ્રભાઈ ગોહિલ છે, જેમણે પણ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી હોવાથી તેમને પણ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયા છે.
2
હમીદભાઈ ભટ્ટીએ ભૂજમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી હતી અને બળવાખોરી કરી હતી, જેથી તેમને પણ પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે.
3
આ ત્રણ નેતાઓમાંથી એક કચ્છના શ્રવણસિંહ વાઘેલા છે. શ્રવણસિંહે કચ્છમાં કોંગ્રેસના માંડવીના ઉમેદવાર શક્તિસિંહ ગોહિલને હરાવવામાં ભૂમિકા ભજવી હતી. જેથી તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
4
અમદાવાદઃ ગત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોને હરાવવા માટે ભૂમિકા ભજવનારા કોંગ્રસના ૪૬ નેતાઓ-આગેવાનો સામે કોંગ્રેસ હાઇકમાન્ડે કાર્યવાહી હાથ ધરી છે. આ ૪૪ અગ્રણીઓને કારણદર્શક નોટિસ ફટકારી ખુલાસો માગ્યો છે, જ્યારે અન્ય ત્રણ નેતા પાસેથી પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતાં રાજીનામા લઈ લેવાયા છે.