ગોંડલ હાઈવે પર હિટ & રનઃ અક્ષરધામ જતાં રાજકોટના બે પટેલ યુવકોનાં મોત
તેણે પગપાળા દર્શન જવાની વાત અન્ય ત્રણ મિત્રો કોઠારીયા ચોકડી પાછળ ન્યુ રાધેશ્યામ સોસાયટીમાં રહેતાં પ્રવિણભાઇ પોપટભાઇ ડોબરીયા તથા હરિ ધવા રોડ પર સરદાર વલ્લભભાઈ પટેલ સોસાયટી-2માં રહેતાં ઘનશ્યામભાઈ અરજણભાઈ વાટલીયા અને પુનિતનગર પાછળ વાવડી પાસે પુનિત પાર્કમાં રહેતાં રાજેશભાઈ બાબુભાઇ ગજેરાને કરતાં ચારેય રાત્રે નવેક વાગ્યે રાજકોટથી પગપાળા ગોંડલ અક્ષર મંદિરે જવા રવાના થયાહતાં. બાદમાં ગોંડલ પાસે અકસ્માતમાં રાજેશભાઇ અને ઘનશ્યામભાઇનું મોત થયું હતું.
સમગ્ર બનાવમાં હરિધવા રોડ અને પુનિતનગર પાસે રહેતાં લેઉવા પટેલ પરિવારોમાં અરેરાટી વ્યાપી ગઈ હતી ઘટનામાં કોઠારીયા હુડકો ચોકડી પાસે ન્યુ સૂર્યોદય સોસાયટીમાં રહેતાં દિલીપભાઇ બચુભાઇ ખુંટ નામના લેઉવા પટેલ યુવાનને પગપાળા ગોંડલ સ્વામિનારાયણ અક્ષર મંદિરે પગપાળા દર્શન કરવા જવાની માનતા હતી.
બે પટેલ યુવકો ગોંડલ અક્ષર મંદિર પગપાળા દર્શન કરવા ઘરેથી રાત્રે 9 વાગ્યાની આસપાસ નિકળ્યા હતા. સવારે ચાર વાગ્યે તેઓ ગોંડલના સેમળા નજીક પહોંચ્યા હતાં ત્યારે રાજકોટથી ગોંડલ તરફ જતી એક બસે તેમને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બંને યુવકોને ગંભીર ઈજા પહોંચતા વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત સર્જી બસ ચાલક ફરાર થઇ ગયો હતો.
રાજકોટ: રાજકોટથી ગોંડલ અક્ષરધામ મંદિરે પગપાળા દર્શન કરવા જતાં રાજકોટના બે લેઉવા પટેલ મિત્રો અજાણ્યા વાહલ ચાલકે ટક્કર મારતા બંનેનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. રાજકોટથી ગોંડલ જતી બસ ચાલકે ટક્કર મારી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે હીટ એન્ટ રનની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.