કોંગ્રેસનો વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર કાર્ડ ખેલવા નિર્ણય, જાણો કેટલા પાટીદારોને આપશે ટિકીટ ?
કોંગ્રેસનાં સૂત્રોના જણાવ્યા મુજબ થોડા દિવસ અગાઉ શંકરસિંહ વાઘેલાના નિવાસસ્થાને મળેલી કોંગ્રેસના 35 ધારાસભ્યોની બેઠકમાં શંકરસિંહને મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરવા પક્ષના હાઈકમાન્ડનેઅપીલ કરાઈ તે મુદ્દે ભારે ચકમક ઝરી હતી. આ મામલે એક તરફ બાપુ ને બીજી તરફ બીજા નેતા આવી ગયા હતા.
જો કે ગુજરાત કોંગ્રેસની જૂથબંધીને ડામવા હાઈકમાન્ડે શનિવારે દિલ્લી ખાતે યોજેલી બેઠકમાંથી શંકરસિંહ વાઘેલા રાહુલ ગાંધી સાથેની બેઠક અધવચ્ચેથી છોડીને બહાર નિકળી જતાં કોંગ્રેસનાં સન્નાટો છવાઈ ગયો હતો. એટલું જ નહીં પણ બાપુ બપોરે ૪ વાગ્યેની ફ્લાઈંટમાં અમદાવાદ આવવા પણ રવાના થઈ ગયા હતા.
આ કમિટીઓની રચનામાં પણ પાટીદારોને પ્રાધાન્ય અપાશે તેવું કોંગ્રેસનાં સૂત્રોએ ઉમેર્યું છે. કોંગ્રેસની ચૂંટણી પ્રચાર સમિતીની ચેરમેન તરીકે શંકરસિંહ વાઘેલાની પસંદગી નિશ્ચિત મનાય છે જ્યારે ઈલેક્શન કમિટીમાં પાટીદાર ધારાસભ્ય પરેશ ધાનાણીને મહત્વ મળશે. બીજા પાટીદાર ધારાસભ્યોને પણ સ્થાન અપાશે.
ગુજરાત વિધાનસભાની 182 બેઠકો છે તે જોતાં કોંગ્રેસ ત્રીજા ભાગની ટિકીટો પાટીદારોને આપશે. સોલંકીએ જણાવ્યું હતું કે, ગુજરાત પ્રભારી અશોક ગેહલોત સાથે હવે ચર્ચા કર્યા ગુજરાત કોંગ્રેસની ચૂંટણી પ્રચાર સમિતિ, કોર્ડિનેશન કમિટિ, પબ્લિસિટી કમિટિ તથા ઈલેક્શન કમિટિ વગેરેની રચના કરવામાં આવશે.
તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં કોંગ્રેસ આ વખતે પાટીદારોને ટિકિટોની વહેચણીમાં પ્રાધાન્ય આપશે અને ગુજરાતમાં કોંગ્રેસ બે તૃતિયાંશ બહુમતીથી જીતશે. તેમણે કેટલી બેઠકો પાટીદારોને અપાશે તેની સ્પષ્ટતા નથી કરી પણ કોંગ્રેસનાં સૂત્રોએ જણાવ્યું કે, કોંગ્રેસ 60 પાટીદારોને ટિકિટ આપશે.
અમદાવાદઃ વિધાનસભાની ચૂંટણીની વ્યૂહરચના નક્કી કરવા ગુજરાત શનિવારે દિલ્લીમાં યોજાયેલી કોંગ્રેસ કો-ઓર્ડિનેશન કમિટીની બેઠકમાં કોંગ્રેસે પાટીદાર કાર્ડ રમવું તેવો નિર્ણય લેવાયો હતો. બેઠક બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું કે, આગામી દિવસોમાં કોંગ્રેસની વિવિધ કમિટિઓ જાહેર કરાશે.