સેક્સ વર્કર પોતાની મરજીથી સેક્સ માણે તો એ ગુનો નથી, ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો, બીજું શું કહ્યું ?
કાપોદરા જીઆઇડીસી પોલીસને 3 જાન્યુઆરી 2017ના રોજ માહિતી મળી હતી કે, તાતીથઇયા-1 પાર્ક ખાતે સેક્સરેકેટ ચાલે છે. પોલીસે પંચ સાથે દરોડો પાડી અલગ અલગ રૂમમાં બેઠેલા પુરૂષ અને મહિલાઓને પકડ્યા હતા. મુજબીર ઉર્ફે રીન્કુ શેખ દ્વારા આ અનિતિધામ ચલાવાતું હતું. આરોપી વિનોદ પટેલ તરફથી રજૂઆત થઇ હતી કે, શોષણ માટે મહિલાની ભરતી, તેનું પરીવહન કે કોઇપણ પ્રકારની કામગીરી તેણે કરી ન હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતના કાપોદરા જીઆઇડીસી પોલીસ સ્ટેશનના કેસમાં હાઇકોર્ટે આરોપી સામેની પ્રિવેન્શન ઓફ ઇમોરલ ટ્રાફિક એક્ટની કલમ દૂર કરી છે. એટલું જ નહીં, વેશ્યાવૃત્તિને લગતી કલમમાં યોગ્ય તપાસ કરવા તપાસ અધિકારીને આદેશ આપ્યો છે.
હાઈકોર્ટે ટકોર કરી હતી કે, કૂટણખાનાઓ પર દરોડા બાદ સ્ત્રીને તે પ્રવૃત્તિમાં દબાણ, બળજરી કે ફોસલાવીને ધકેલવામાં આવી હોવાનું જો પોલીસ તપાસમાં સાબીત ન કરી શકે તો ગ્રાહક સામે ઇમોર ટ્રાફિકિંગનો ગુનો બનતો નથી. જો સ્ત્રી સ્વૈચ્છીક રીતે આ પ્રવૃત્તિમાં જોડાય તો તેની સામે વૈશ્યાવૃત્તિનો ગુનો નહીં બનતો હોવાનું પણ સ્પષ્ટ કર્યું છે.
હાઈકોર્ટે એ પણ નોંધ્યું હતું કે, તપાસનો વિષય છે કે, શું તે બેઠો તે પહેલા અનિતીધામ ચલાવનાર સાથે કોઇ મૌખિક કરાર કે નાણાંકીય લેવડ-દેવડ થઇ હતી. તેણે અનિતીધામની મુલાકાત લીધી હતી, પરંતુ તેનો હેતુ પુરો થયો ન હતો. ત્યારે આ તબક્કે ઇમોરલ ટ્રાફીક એક્ટ હેઠળની કલમ 3,4 અને 5 રદ કરવામાં આવે છે. જ્યારે સેક્શન 370 હેઠળ તપાસ ચાલુ રાખી તપાસ અધિકારીએ આ હુકમને ધ્યાને લઇ તપાસ કરવાની રહેશે.
હાઇકોર્ટે નોંધ્યું હતું કે, નવા કાયદા પ્રમાણે જો સ્ત્રી કોઇપણ પ્રકારના દબાણ કે અનિચ્છા સિવાય આ પ્રકારની પ્રવૃત્તિમાં સંકળાય તો સેક્શન 370 લાગી શકે નહી. આમ, ગ્રાહકને વેશ્યાગમનના કેસમાં આરોપી તરીકે લઇ શકાય કે નહી. તપાસ અધિકારીએ એ બાબત સ્પષ્ટ કરવી પડશે કે સ્ત્રી જાતે જ આ પ્રકાની અનૈતિક પ્રવૃત્તિમાં સંકળાયેલી હતી. આરોપીની ધરપકડ તે રાહ જોઇ રહ્યો હતો ત્યારે થઇ હતી.
અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટે એક ચુકાદામાં જણાવ્યું હતું કે, ભારતમાં વેશ્યાવૃતિ ગુનો નથી. હાઇકોર્ટે એક કેસમાં સુનાવણી કરતા જણાવ્યું હતું કે, કોઇ સેક્સ વર્કર પોતાની મરજીથી દેહવ્યાપાર કરે છે તો તેના ગ્રાહક પર અનૈતિક ટ્રાફિકિંગ એટલે કે ઇમોરલ ટ્રાફિકિંગ એક્ટ હેઠળ ગુનો બની શકે નહીં.
તેણે એવી પણ રજૂઆત કરી હતી કે, તે માત્ર ગ્રાહક તરીકે ત્યાં ગયો હતો. અરજદાર તેનો વારો આવે તેની રાહ જોઇ રહ્યો હતો. એટલું જ નહીં રેડ પડી ત્યાં સુધી તે કોઇ યુવતી સાથે સંપર્કમાં પણ આવ્યો ન હતો. તેમજ રેડમાં પકડાઇ ગયો. જેથી તેની સામે કોઇ ગુનો બનતો નહોવાથી તેની સામેની ફરિયાદ રદ થવી જોઇએ. જોકે, સરકારે તેનો વિરોધ કર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -