શંકરસિંહ બાપુની ભાજપમાં ‘ઘરવાપસી’નો તખ્તો તૈયાર ? બાપુએ શું કર્યું કે આ અટકળો બની તેજ ?

જો કે પત્રકારોએ સવાલ દોહરાવતાં બાપુએ એવો જવાબ આપ્યો હતો કે, લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ બહુ લડી લીધી. હવે ચૂંટણીઓ ક્યાંથી લડવાની ને એવું બધું ના હોય પણ લોકોની સમસ્યાઓનો કઈ રીતે ઉકેલ લાવવાનો હોય તેની વાત હોય. બાપુનો આ જવાબ એ ચૂંટણી નહીં લડે તેના સંકેતરૂપ મનાય છે.
બાપુએ અરવલ્લી જિલ્લામાં યોજાયેલા એક કાર્યક્રમમાં ચૂંટણી લડવા અંગેના સવાલનો જે જવાબ આપ્યો તેના કારણે એવી અટકળો તેજ બની છે કે બવે બાપુ ચૂંટણી નહીં લડે. બાપુને પત્રકારોએ સવાલ કર્યો હતો કે, બાપુ આ વખતે તમે ક્યાંથી ચૂંટણી લડશો ? બાપુએ પહેલાં તો તેના જવાબમાં હળવાશથી એવું કહ્યું હતું કે, તમે કહો ત્યાંથી લડીશ.
નરેન્દ્ર મોદી આગામી 22 અને 23 મેના રોજ ગુજરાતના મહેમાન બનવાના છે. આ પૈકી મોદી 22 મેના રોજ ગાંધીનગરમાં આફ્રિકન બેંકના એક કાર્યક્રમમાં ભાગ લેવાના છે. બીજા દિવસે તે કચ્છ જવાના છે પણ એ પહેલાં ભાજપની જાહેર સભાનું આયોજન કરાય અને તેમાં વાઘેલાની ઘરવાપસીની જાહેરાત કરાશે તેવી અફવા છે.
અમદાવાદઃ ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ પોતે નવેમ્બરમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી નહીં લડે તેવા સંકેત આપ્યા છે. બીજી તરફ બાપુએ તેમની સોશિયલ મીડિયા પર ટ્વિટર પરથી ફોલોઈંગ બંધ કરતાં અને ભાજપ વિરોધી કોમેન્ટ્સ પણ હટાવી દેતાં બાપુ ભાજપમાં જોડાઈ રહ્યા હોવાની ચર્ચા શરૂ થઈ છે.
બાપુએ અચાનક જ આ પગલું ભરતાં બાપુનો ભાજપ પ્રવેશનો તખ્તૌ તૈયાર હોવાની ચર્ચા જોરશોરથી ચાલી છે. બાપુ એકાદ-બે દિવસમા જ તેમના ભાજપ પ્રવેશની જાહેરાત કરશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી સપ્તાહે ગુજરાત આવશે ત્યારે ભાજપમાં જોડાઈ જશે તેવી અફવાઓ પણ બજારમાં જોરશોરથી ચાલી રહી છે.
શંકરસિંહ વાઘેલા તેમના ટ્વિટર એકાઉન્ટ પરથી કોઈને ફોલો નથી કરતા. તેમણે કોંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધી સુધ્ધાંને ફોલો કરવાનું બંધ કરી દીધું છે અને અત્યારે તેમનું ટ્વિટર હેન્ડલ ઝીરો ફોલોઈંગ બતાવે છે. આ ઉપરાંત તેમણે ટ્વિટર એકાઉન્ટમાંથી ભાજપ વિરોધી તમામ કોમેન્ટ્સ પણ દૂર કરી દીધી છે.