માયાભાઈ આહિરના ડાયરામાં નોટો ઉડાડવાની પોસ્ટ મૂકનારને મળી શું ધમકી? જાણો વિગત
અમદાવાદઃ લોકગાયક માયાભાઇ આહિરના ડાયરામાં લોકો દ્ધારા ઉડાવવામાં આવતા રૂપિયાના વિરોધમાં ફેસબુક લખવું એક યુવકને ભારે પડ્યું હતું. સુરતમાં રહેતા પ્રવિણભાઇ બલદાણિયા નામના એક યુવકે પોતાના ફેસબુક પેજ પર ડાયરામાં શ્રોતાઓ દ્ધારા ઉડાવવામાં આવતા રૂપિયાનો વિરોધ નોંધાવતી એક પોસ્ટ લખી હતી. તેમાં યુવકે લખ્યું કે, ડાયરામાં મોજમાં આવી જઈને લોકો કલાકાર પર જે રૂપિયા ઉડાવવામાં આવે છે તે પગમાં અડકવાને કારણે લક્ષ્મીજીનું અપમાન થાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપોસ્ટમાં પ્રવિણભાઇ લખ્યું હતું કે, માયાભાઇ આહિરના ડાયરામાં લોકો રૂપિયા ઉડાવે છે જે પગ નીચે આવતા હોવાથી લક્ષ્મીનું અપમાન થાય છે. ફરિયાદ અંગે કલાકાર માયાભાઇ આહિરે કહ્યું હતું કે, છેલ્લાં ઘણા સમયથી પ્રવિણભાઇ ફેસબુક પર ડાયરાની વિરૂદ્ધ લખી રહ્યા છે અને બિભત્સ શબ્દો વાપરી રહ્યા છે.
મળતી વિગતો અનુસાર, પ્રવિણભાઇ પોતાના ફેસબુક પર પૈસા ઉડાડકતા લોકોની પોસ્ટ મુકી આવું લખાણ લખ્યું હતું. તેમણે માયાભાઇ આહિરનું નામ લઇને પોસ્ટ કરતા આહિરના ચાહકો અને પરિવારજનો ગુસ્સે થયા હતા. પોસ્ટ અપલોડ કરનારા પ્રવિણભાઈ નામના શખ્સને ફોન પર ધાક ધમકી અને અભદ્ર શબ્દો કહ્યાં હતાં.
પ્રવિણભાઈ ધમકી આપનારા સામે વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. સુરતના વરાછા વિસ્તારમાં રહેતા પ્રવિણભાઈ બલદાણીયાએ થોડા દિવસો અગાઉ ફેસબુક પેજ પર ડાયરામાં થતાં રૂપિયાના વરસાદ અંગે પોસ્ટ કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -