અલ્પેશ ઠાકોરે નરેન્દ્ર મોદીના વખાણ કરતાં કોંગ્રેસમાં ભડકો, જાણો શું થયું?
ખેર ખુલીને આ મુદ્દે તો નેતા વિપક્ષ કે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ કંઇ કહેતા નથી. પરંતુ પડદા પાછળ એ તમામ નેતાઓ ખુશ છે જેઓ અલ્પેશની કોંગ્રેસમાં એન્ટ્રી અને વધી રહેલા પ્રભાવથી નાખુશ હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસૂત્રોના જણાવ્યા પ્રમાણે, રાજીવ સાતેવ અને અલ્પેશ ઠાકોર વચ્ચે ચર્ચા પણ આ જ મુદ્દે થઇ હતી અને પ્રદેશ નેતાઓ વિશે એલફેલ ટીપ્પણીથી દૂર રહેવા સાતવે ટકોર પણ કરી હતી.
અલ્પેશ ઠાકોરે નરેન્દ્ર મોદીના વખાણ કરતા કહ્યું હતું કે, હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ પસંદ કરું છું. અલ્પેશના આ નિવેદનથી પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ ના ખુશ જોવા મળ્યા હતાં. જોકે પીએમ મોદીના વખાણને લઈને રાજીવ સાતવે કોઈ નિવેદન કર્યું નહતું. જ્યારે બુધવારે સાંજે પ્રભારી રાજીવ સાતવે અલ્પેશ ઠાકોરને ગાંધીનગર સર્કિટ હાઉસ મુલાકાત માટે બોલાવ્યા હતા.
અમદાવાદ: શનિવારે એબીપી અસ્મિતાના મહાસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે હાજરી આપી હતી. આ મહાસંવાદમાં કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભરપુર વખાણ કર્યાં હતાં. અલ્પેશે આપેલા ઈન્ટરવ્યુના ઘેરા પ્રત્યાધાત પડ્યા હતાં. જ્યારે અલ્પેશ ઠાકોરના આ નિવેદનથી કોંગ્રેસના કાર્યકરોમાં સળવળાટ શરૂ થઈ ગયો હતો.
પીએમ મોદીના વખાણ કરતા અલ્પેશ ઠાકોરના નિવેદન પર કોંગ્રેસમાં ગુપ્ત મંથન થયું હતું તેવું જાણવા મળ્યું હતું. આ ઉપરાંત અલ્પેશ ઠાકોરના એબીપી અસ્મિતાના મહાસંવાદની સમગ્ર અઠવાડિયા દરમિયાન ભારે ચર્ચા થઈ હતી. 3 દિવસના ગુજરાત પ્રવાસે આવેલા પ્રદેશ પ્રભારી રાજીવ સાતવે આ મુદ્દે અમદાવાદ એરપોર્ટ પર આવતાં જ અલ્પેશ ઠાકોરને સોંપાયેલી બિહારની જવાબદારી યાદ કરાવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -