મધ્ય પ્રદેશ-છત્તીસગઢની ચૂંટણીમાં સ્ટાર પ્રચારક તરીકે ગુજરાત કોંગ્રેસના કયા ધારાસભ્યની થઈ પસંદગી? જાણો વિગત
મધ્યપ્રદેશમાં 28 નવેમ્બરે, છત્તીસગઢમાં 12 અને 20 નવેમ્બર એમ બે તબક્કામાં, રાજસ્થાનમાં 7 ડીસેમ્બર, તેલંગાણામાં 7 ડીસેમ્બર અને મિઝોરમમાં 28 નવેમ્બરે મતદાન થશે. અને 11 ડીસેમ્બરે પરિણામ જાહેર થશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસૂત્રોના જણાવ્યા અનુસાર, કોંગ્રેસ ટુંક સમયમાં ગુજરાત કોંગ્રેસના નવા સંગઠન માળખાની જાહેરાત કરી શકે છે. રાહુલ ગાંધીએ નવું સંગઠન બનાવાવ માટે મંજૂરી આપી દીધી છે. અલ્પેશ ખોડાજી ઠાકોર ગુજરાતના ઠાકોર સમુદાયના નેતા અને કોંગ્રેસ પક્ષના રાજકારણી છે.
અલ્પેશ હવે ભવિષ્યમાં કોંગ્રેસના રાષ્ટ્રીય રાજકારણમાં પ્રવેશ કરી રહ્યો છે. અલ્પેશનું નામ કોંગ્રેસના સ્ટાર પ્રચારકોમાં સામેલ થતા તેનું કોંગ્રેસમાં કદ વધી ગયું હોય તેવી કોંગ્રેસમાં ચર્ચા ચાલતી હતી. કોંગ્રેસે હજુ સત્તાવાર રીતે આની જાહેરાત કરી નથી.
સુત્રોના જણાવ્યા પ્રમાણે, કોંગ્રેસે પાંચ રાજ્યોમાં ચૂંટણી પ્રચાર માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. જેમાં મધ્યપ્રદેશ અને છત્તીસગઢની ચૂંટણીના સ્ટાર પ્રચારક માટે રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. હવે અલ્પેશ ઠાકોર છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં પણ સભાઓ ગજવશે.
અમદાવાદ: પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. દેશના બંને મોટા પક્ષ કોંગ્રેસ અને ભાજપે પોતાની પૂરી તાકાત આ જંગ જીતવા માટે લગાવી દીધો છે. હવે છેલ્લી ઘડીનો પ્રચાર જોર શોરથી ચાલી રહ્યો છે ત્યારે કોંગ્રેસે મધ્યપ્રદેશ અને છત્તીસગઢની ચૂંટણીના સ્ટાર પ્રચારકોમાં અલ્પેશ ઠાકોરના નામનો સમાવેશ કર્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -