પરપ્રાંતિયો અંગે રડતાં-રડતાં કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે શું કહ્યું? જાણો વિગત
અમદાવાદઃ ગુજરાતમાં પરપ્રાંતિયો પર થઈ રહેલા હુમલાઓ અને ગુજરાત છોડીને વતનની વાટે જઈ રહ્યા અંગે આજે ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશ ઠાકોરે એબીપી અસ્મિતા સાથેની વાતચીત કરતાં અલ્પેશ ઠાકોરને બદનામ કરવામાં આવી રહ્યાનો આક્ષેપ લગાવ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅલ્પેશ ઠાકોરે રડતી આંખે જણાવ્યું હતું કે, જો મારો સમાજ કહેશે તો હું ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દઈશું. ઠાકોર સમાજને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
વધુમાં અલ્પેશે જણાવ્યું હતું કે, મને અને મારા સમાજને બદનામ કરવાનો પ્રયત્ન થશે તો હું બે દિવસમાં રાજીનામું આપી દઈશ. પરપ્રાંતિયો મુદ્દે વાત કરતા અલ્પેશ ઠાકોર ભાવુક થયો હતો અને આંખમાં આસું આવી ગયા હતાં. મેં ક્યારે પણ ભડકાઉ ભાષણ કર્યું નથી. મહત્વની વાત એ છે કે, અલ્પેશ ઠાકોરે ગુરુવારે સદભાવના ઉપવાસમાં પરપ્રાંતિયોને પણ આમંત્રણ આપ્યું છે.
ગુજરાતમાં રહેવાનો તમામ લોકોને અધિકાર છે. હું ખોટો નથી. હું બિહારનો સહપ્રભારી હોવાથી મને બદનામ કરવામાં આવી રહ્યો છે. મારા સમાજના લોકોને હેરાન કરવામાં આવે છે. મેં ક્યારેય કોઈ ભડકાઉ ભાષણ નથી આપ્યું.
અલ્પેશે જણાવ્યું હતું કે, હું રાષ્ટ્રવાદી અને માનવતાવાદી છું. આ રાજનીતિ મારી નથી. પરપ્રાંતિયો પર રાજનીતિ કરનારાને ભગવાન પણ માફ નહીં કરે. છઠ્ઠ પૂજાને કારણે પરપ્રાંતિયો વતન જઈ રહ્યા છે. અમે ક્યારેય પરપ્રાંતિયોને ભગાડવાનું કીધું જ નથી.
એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં અલ્પેશ ઠાકોરનું સૌથી મોટું નિવેદન આપ્યું હતું. કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે, તેણે ધારાસભ્ય પદેથી રાજીનામું આપવાની ચીમકી આપી છે. આ દરમિયાન અલ્પેશ ઠાકોર ભાવુક થઈ ગયો હતો અને રડવા લાગ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -