અમદાવાદ સહિત ગુજરાતમાં નવારાત્રિમાં ક્યા દિવસે પડી શકે છૂટો છવાયો વરસાદ? જાણો વિગત
ફોરમેશન બાદ તેની ડેન્સિટી અને તેની ચોક્કશ દિશા, તાકાત વગેરેનો અંદાજ લગાવી શકાશે. જોતે સિસ્ટમ મજબુત રહેશે તો તેની અસર ગુજરાતના દરિયા કિનારે વધુ થાય તેવી શક્યતાઓ છે. આ સિસ્ટમ વિખરાઈ જાય તો પણ રાજ્યમાં કેટલીક જગ્યાએ વરસાદી ઝાપટા પડે તેવી શક્યતા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અરબી સમુદ્રમાં એક ડિપ ડિપ્રેશન ઉભું થયું છે. તે ધીરે ધીરે ગુજરાતના દરિયા તરફ ગતિ કરી રહ્યું છે. જેની અસર ગુજરાત પર થઈ શકે છે. પરંતુ તે કેટલું તાકાતવર હશે તે વિશે હાલ કહી શકાય તેમ નથી. અરબી સમુદ્રમાં મુંબઈથી નીચેના ભાગે એક સિસ્ટમ આકાર લઈ રહી છે.
અપર એર સરક્યુલેશનની સ્થિતિ સર્જાયેલી છે તેના કારણે દેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં સક્રિય થયેલા સાઈક્લોનની અસરથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. જેના કારણે અમદાવાદ સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં આગામી 12 ઓક્ટોબરે હળવાથી મધ્યમ વરસાદની થવાની શક્યતા છે.
ઓમાન નજીક સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા ધીમીગતિએ વાવાઝોડું ઉદભવી રહ્યું છે અને આ વાવાઝોડું અરબી સમુદ્રમાં આગળ વધી રહ્યું છે. આગામી 12 ઓક્ટોબરે અમદાવાદ સહિત ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે.
અમદાવાદ: અરબી સમુદ્રમાં લો પ્રેશર થતાં વાવાઝોડું ઉદભવી રહ્યું છે. છેલ્લા 4 દિવસથી ગુજરાતનાં દરિયાકિનારા પર વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. ત્યારે રવિવારના દિવસે માંડવી, સલાયા, પોરબંદર, કંડલા, વેરાવળ, દહેજ, હજીરાના બંદર ઉપર 1 નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું હતું અને માછીમારોને દરિયો ન ખેડવા તેમજ માછીમારી કરવા ગયેલા માછીમારોને તાત્કાલીક નજીકના બંદર પર પહોંચી જવા સુચના આપવામાં આવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -