ભાજપે ગુજરાતમાં કેમ જાહેર નથી કર્યો ચૂંટણી ઢંઢેરો? આ છે કારણ
સામે પક્ષે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલગાંધી આની ખામીઓ ગણાવી રહ્યાં છે. ગુજરાતમાં વેપારીઓ પણ જીએસટીનો મોટો વિરોધ કરી રહ્યાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે, ભાજપે નોટબંધી અને જીએસટીને લઇને આખા દેશમાં પોઝિટીવ પ્રચાર શરૂ કર્યો છે. સફળતા અને ફાયદાઓને લોકોની વચ્ચે ગણાવી રહ્યું છે, અને આ સમયે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આ મોટો મુદ્દો બની રહ્યો છે.
ચૂંટણી પંચનો આદેશ છે કે, તાજેતરમાં જ 178 વસ્તુઓ પર લાગવેલા જીએસટી કરમાં કાપના નિર્ણયનો પ્રચાર પ્રસાર ના કરવામાં આવે, આનાથી લોકોને પ્રભાવિત કરવામાં આવી શકે છે. જોકે, સરકારે કોઇ ખાસ વસ્તુનું નામ લીધા વિના ટેક્સના સરલીકરણની પ્રક્રિયાને વર્ણવી શકે છે.
ચૂંટણી ઢંઢેરો જાહેર ના કરવા પાછળનું કારણ ચૂંટણી પંચ હોઇ શકે છે. કેમકે ચૂંટણી પંચે 178 વસ્તુઓ પર જીએસટી કાપના પ્રચાર પ્રસાર પર રોક લગાવી દીધી છે. સોશ્યલ મીડિયા અને રાજકીય પક્ષો પોતાના નિવેદનોમાં ભાજપની મજાક ઉડીવી રહ્યાં છે.
અમદાવાદઃ આવતીકાલથી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન થવાનું છે. ભાજપ કોંગ્રેસ એકબીજા પર રેલીઓમાં આક્ષેપબાજી કરી રહ્યું છે.બન્ને પક્ષો એકબીજાને રાજકીય રીતે ઘેરવાના શક્ય એટલા બધા જ પ્રયત્નો કરી રહ્યાં છે. ત્યારે ભાજપ પોતાના ચૂંટણી ઢંઢેરાને લઇને ફસાયું છે. કોગ્રેસે અને પાસનુ કહેવુ છે કે 22 વર્ષથી સત્તામાં રહેલી પાર્ટી પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર ના કરીને ગુજરાતનું અપમાન કરી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -