વાયરલ થયેલા ભરતસિંહ સોલંકીના રાજીનામાના નકલી પત્રમાં શું લખ્યું છે ? વાંચો આખો પત્ર
એબીપી અસ્મિતા વેબ ટીમ | 24 Nov 2017 10:58 AM (IST)

1
તેમણે કોંગ્રેસને નુકશાન કરવા ભાજપનો પ્રયાસ છે, પહેલા બોગસ યાદી જાહેર કરી હતી, હવે મારો રાજીનામાનો લેટર ફરતો કર્યો છે, તેવો આક્ષેપ લગાવ્યો હતો. ગુરુવારે તેમનો રાજીનામાનો પત્ર ફરતો થયો છે. તેમાં પણ તેમણે ભાજપ પર આક્ષેપ કર્યો હતો. એવુ ચર્ચાય છે કે ભરતસિંહ કોંગ્રેસથી નારાજ છે.
2
3
4
5
અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીના રાજીનામાનો એક નકલી પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ખળભળાટ મચી ગયો છે. આ પત્ર અંગે ભરતસિંહ ખુલાસો કરતાં જણાવ્યું હતું કે, મારી સહીની ઝેરોક્ષ કરીને સોશિયલ મીડિયામાં ખોટી રીતે ફરતો કરાયેલો લેટર છે, મેં કોઇ રાજીનામું આપ્યું નથી.