રાહુલ ગાંધીનો આ રહ્યો સંપૂર્ણ કાર્યક્રમ, આજે ગુજરાતમાં રાહુલ ગાંધી ક્યાં ગજવશે સભા, જાણો વિગતે
4:50 વાગ્યે દાહોદનાં મવુડા ચોકડી ખાતે કોર્નર મિટીગમાં હાજરી આપશે. ત્યાર બાદ રાહુલ 25 તારીખની રાત્રે વડોદરાથી દિલ્હી જવા રવાનાં થશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબપોરે 1:05 વાગ્યે બાયડનાં સાઠંબા ખાતે રાહુલ ગાંધીનું સ્વાગત કરવામાં આવશે. 2:10 વાગ્યે લુણાવાડામાં કોર્નર મિટીંગ યોજશે. 3:15 વાગ્યે સંતરામપુરમાં કોર્નર મિટીંગમાં હાજરી આપશે. 4 વાગ્યે રાહુલ ગાંધીનું મારગડા ચોકડી ખાતે સ્વાગત અને સંબોઘન કરાશે.
25 તારીખે સવારે 10:15 વાગ્યે રાહુલ ગાંધી મુત્યુ પામેલા ઈરશાદ બેગ મિરજાનાં અમદાવાદમાં રહેતા પરીવારજનોને સાંત્વના પાઠવશે. 11:15 વાગ્યે દેહગામ ખાતે સ્વાગત કાર્યક્રમમાં યોજાશે. 12:10 વાગ્યે અરવલ્લીના બાયડ ખાતે કોર્નર મિટીંગનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રાહુલ ગાંધી હાજરી આપશે.
અમદાવાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણીની તમામ પક્ષો દ્વારા તડામારા તૈયારી ચાલી રહી છે ત્યારે રાહુલ ગાંધી ‘નવસર્જન યાત્રા’ ચાર તબક્કામાં પૂરી કર્યાં બાદ શુક્રવારે ફરી ગુજરાતના આંગણે આવી રહ્યા છે. બે દિવસના પ્રવાસ દરમિયાન રાહુલ 10 સભા ગજવશે. જ્યારે રાહુલ ગાંધી દલિત શક્તિ કેન્દ્રની પણ મુલાકાત લેશે. જ્યાં તેમને દેશનો સૌથી મોટો ત્રિરંગો આપવામાં આવશે. આ ધ્વજ 125 ફૂટ પહોળો અને 83.3 ફૂટ ઊંચો છે. ત્રિરંગાને સ્વીકારીને રાહુલ દેશને અસ્પૃશ્યતામાંથી દૂર કરવાનું વચન આપશે તેવું જાણવા મળ્યું છે.
4:15 વાગ્યે અમદાવાદમાં ટાગોર હોલ ખાતે ડોક્ટર્સ તેમજ મેડીકલ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો સાથે રાહુલ ગાંધી સંવાદ કરશે. બાદમાં 5:30 વાગ્યે અધ્યાપકો અને પ્રાથમિક શાળાનાં શિક્ષકો સાથે સંવાદ કરશે. સાંજે 7:30 વાગ્યે અમદાવાદનાં નિકોલ ખાતે સભાને સંબોધશે. રાત્રિ રોકાણ અમદાવાદમાં જ કરશે.
ફરી એકવાર રાહુલ ગાંધી 24 નવેમ્બરના રોજ 10 વાગ્યે પોરબંદર એરપોર્ટ પર પહોંચશે. સવારે 11થી 12 વાગ્યા વચ્ચે પોરબંદરમાં રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના નેતાઓ સહિત માછીમારો સાથે બેઠક થશે. ત્યાર બાદ 1:15 વાગ્યે તેઓ અમદાવાદ એરપોર્ટ પહોંચશે. જ્યાંથી 2:30 વાગ્યે સાણંદ જવા માટે રવાના થશે. સાણંદમાં દલીત સ્વાભિમાન સભામાં હાજરી આપશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -