સૌરાષ્ટ્રની આ નગરપાલિકામાં કોંગ્રેસે ભાજપને આપી કારમી હાર, સ્પષ્ટ બહુમતીની ભાજપની આશા પર પાણી ફરી વળ્યું
અમદાવાદઃ સૌરાષ્ટ્રની એક નગરપાલિકાની એક બેઠકની પેટાચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થયો છે. મોરબી નગરપાલિકાની વોર્ડ નંબર 2ની એક બેઠકની પેટાચૂંટણી માટે નીચું મતદાન થયા બાદ બુધવારે મત ગણતરી હાથ ધરવામાં આવી હતી જેમાં કોંગ્રેસના ઉમેદવારનો વિજય થયો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભાજપ આ એક બેઠક જીતે નગરાપાલિકામાં ભાજપની સ્પષ્ટ બહુમતી થાય તેમ હતી. બીજી તરફ એક બેઠક ભાજપને ના જીતવા દેવા કોંગ્રેસે કમર કસી હતી. કોંગ્રેસના વિજયથી હવે બંને પક્ષો પાસે 26-26 બેઠકો છે ત્યારે આગામી દિવસોમાં હવે તોડજોડની રાજનીતિ પણ જોવા મળી શકે છે.
જો કે સૌથી વધુ 2617 મત મેળવીને કોંગ્રેસનાં દયાબેન સોલંકી વિજયી બન્યાં છે. દયાબેને 985 મતની જંગી સરસાઈથી જીત મેળવી છે. થોડા સમય પૂર્વે યોજાયેલી પેટાચૂંટણીમાં તમામ છ બેઠકો કબ્જે કરીને ભાજપ 26 બેઠક પર પહોંચ્યો હતો.
આ બેઠક પર ભાજપમાંથી રાજુલબેન મહેશભાઈ પરમાર, કોંગ્રેસમાંથી દયાબેન રવજીભાઈ સોલંકી અને બસપાના કંચનબેન પ્રવીણભાઈ ચાવડા વચ્ચે ત્રિપાંખીયો જંગ જામ્યો હતો. બુધવારે મત ગણતરી કરતા ભાજપના રાજુલાબેન પરમારને 1702મત મળ્યા હતા જ્યારે બસપાના કંચનબેન ચાવડાને ૫૪૧ મત મળ્યા હતા.
આ જીત સાથે નગરપાલિકામાં કોંગ્રેસ-ભાજપ બંને સરખાં થઈ ગયાં છે. નગરપાલિકાની 52 બેઠકોમાંથી હવે 26 બેઠક ભાજપ પાસે છે સામે કોંગ્રેસ પણ 26ના આંક પર પહોંચી છે. વોર્ડ 2ની પેટા ચૂંટણીમાં કોંગ્રેસનાં દયાબેન સોલંકી 985 મતની જંગી સરસાઈથી વિજેતા બન્યાં છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -