કોલ સેન્ટરકાંડમાં પકડાયેલ મુણાલે હુક્કાબારમાં પણ અજમાવ્યો હતો હાથ, જાણો ભાજપ સાથે શું છે સંબંધ
સૂત્રોનું કહેવું છે કે, કોલ સેન્ટર બાવળા પોલીસ સ્ટેશનની હદમાં સાણંદ-બાવળા રોડ પર ચાલતું હતું. 22 દિવસથી ચાલતા આ ગોરખધંધા અંગે સ્થાનિક પોલીસ પણ શંકાના દાયરામાં છે. સ્થાનિક પોલીસની મિલિભગતને લઈને તપાસ થશે કે કેમ તે મુદ્દે પણ અનેક તર્કવિતર્ક વહેતા થયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબીજી તરફ મૃણાલસિંહ સોલંકીના પરિચિત લોકોનું કહેવું છે કે, તેણે 2015માં એક હુક્કાબાર શરૂ કર્યો ત્યારે પણ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ તેની સાથે હતો. જોકે આ હુક્કાબાર છ-સાત મહિનામાં જ બંધ કરી દીધો હતો. મૃણાલ સોલંકી અને વિરેન્દ્ર પઢેરિયા કોલસેન્ટર કૌભાંડના કુખ્યાત આરોપી શેગી ઉર્ફ સાગર ઠક્કરના પરિચયમાં ક્યાંથી આવ્યાં/સાગર ઠક્કરની સંડોવણી અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.
પોલીસનું કહેવું છે કે, 22 દિવસથી ચાલતા બાવળાના કોલ સેન્ટર પરથી કેટલાક વિદેશી નાગરિકો સાથે ઠગાઈ કરાઈ છે અને રૂપિયાના વ્યવહાર ક્યાંથી અને કોણે કર્યાં/ઠગાઈ કરીને મેળવેલા રૂપિયા ક્યાં ગયા/જેવા મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે.
અમદાવાદ ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપના પી.એસ.આઈ. વિજય કોલાદરાનું કહેવું છે કે, આરોપી કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ પઢેરિયા સહિતના લોકોને જામીન મળી ચૂક્યાં છે, પરંતુ આજે તેમના નિવેદન લેવાયા હતા અને ફરાર આરોપીઓ મૃણાલસિંહ સોલંકી અને શિવમ શર્મા અંગે પૂછપરછ કરાઈ હતી.
ડેટા કલેક્શનથી માંડી તમામ પ્રકારની કામગીરી મોન્ટુ જ કરતો હોવાનું પોલીસ સૂત્રોનું કહેવું છે. કોર્પોરેટર રાજેન્દ્રસિંહનો પુત્ર હોવાની વિગતો ભાજપ મોવડી મંડળ સુધી પહોંચતા શહેર પ્રમુખે આંતરિક રાહે આ અંગે તપાસ શરૂ કરાઈ છે.
અમદાવાદઃ બાવળામાં ચાલતા ગેરકાયદે કોલ સેન્ટરના કૌભાંડ પાછળ પણ ભાજપના ચહેરા સંડોવાયેલા હોવાની વિગતો ખૂલી છે. કોલ સેન્ટરનો મુખ્ય સંચાલક મોન્ટુ નવરંગપુરા ભાજપના કોર્પોરેટર રાજેન્દ્રસિંહ સોલંકીનો પુત્ર છે. જેણે સેટેલાઈટના કોન્સ્ટેબલની જગ્યા રાખીને કોલ સેન્ટર શરૂ કર્યું હતું. ત્રણ વર્ષ અગાઉ મોન્ટુ ઉદેપુરમાં પણ આ જ પ્રકારે કોલ સેન્ટર ચલાવતો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -