મુંબઈમાં ફોઈના ઘરે રહેતા અમદાવાદી યુવકને ફોઈની દીકરી સાથે બંધાયા સંબંધ ને પછી આવ્યો કેવો વળાંક ?
અમદાવાદઃ સામાજિક સંબંધોની પવિત્રતા સામે સવાલો ખડા કરતી એક ઘટનામાં મુંબઇ નોકરી કરવા ગયેલો અમદાવાદનો યુવક મુંબઇ રહેતી ફોઇના ઘરે રહેતો હતો ત્યારે ફોઈની દીકરી સાથે તેને સંબંધ બંધાયા હતા. મામા- ફોઇના ભાઇ બહેન વચ્ચે પ્રેમ સંબંધ બંધાતા પરિવારે યુવકને પાછો અમદાવાદ મોકલી દીધો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅભયમનાં કાઉન્સિલર સુનિતાબહેન યુવકના ઘરે પહોંચ્યા હતા. કાઉન્સેલિંગમાં ખબર પડી હતી કે, બન્ને પરિવારથી અલગ રહેવા માગે છે. બન્ને પરિવાર સાથે પ્રેમીયુગલની વાત પછી પણ બંને અલગ થવા તૈયાર ના થતાં પરિવારે અંતે બાંયેધરી આપી કે અમે તેમને અલગ નહી કરીએ, પણ અમારી સાથે કોઇ સંબંધ રહેશે નહી.
જો કે યુવકની ઉંમર 21 વર્ષથી ઓછી હોઇ બંનેએ લિવ ઇન રિલેશનના કરાર કર્યા હતા. દીકરી ભાગી જતાં યુવતીનાં માતા પિતા અમદાવાદ આવ્યા અને મહિલા હેલ્પલાઇન અભયમના 181 પર ફોન કરી કહ્યું કે,'અમને મદદ કરો અમારી દીકરી ભાઇ સાથે લગ્ન કરવા માટે મુંબઇથી ભાગીને આવી છે. અમારી વાત કરાવો.'
બન્નેએ એકબીજા સાથે લગ્ન કરવાની ઇચ્છા વ્યક્ત કરતા પરિવારજનોએ વિરોધ કર્યો હતો. આ મામલો આગળ ના વધે એટલે યુવકને પાછો અમદાવાદ મોકલી દેવાયો હતો. યુવતીથી પ્રેમીનો વિરહ સહન ના થતાં બે દિવસ પહેલા તે પણ મુંબઇથી ભાગીને અમદાવાદ આવી ગઇ હતી.
આ ઘટનાની વિગત એવી છે કે મુંબઇમાં રહેતાં હેમાબેનના પિતરાઇ ભાઇ અમદાવાદ નારોલ ખાતે રહે છે. તેમનો દીકરો એન્જિનિયરિંગ કરી રહ્યા પછી નોકરી માટે મુંબઇ ગયો હતો. મુંબઇમાં નોકરી મળતા તે ફોઇના ઘરે રોકાયો હતો. દરમિયાન સવિતાની 19 વર્ષીય દીકરી તેના પ્રેમમાં પડી હતી. બંને વચ્ચે સંબંધો પણ બંધાયા.
હેલ્પલાઈન દ્વારા લાચારી વ્યક્ત કરાઈ હતી કે, બંને પુખ્ત છે અને કાયદેસરના કરાર છે તેથી કંઈ ના થઈ શકે. આ વાતના કારણે લાચાર યુવતીનાં માતા-પિતાએ પણ બાંયધરી આપવી પડી કે યુવક કે યુવતીનો પરિવાર બંનેને અલગ નહીં કરે અને સાથે જ રહેવા દેશે.
મામાના દીકરા એવા પિતરાઇ ભાઇના પ્રેમમાં અંધ યુવતી ઘરેથી ભાગીને અમદાવાદ આવી ગઈ અને ભાઇ-બહેન લિવ ઇન રિલેશનશીપના કરાર કરી સાથે રહેવા લાગ્યાં. આ ઘટનાથી સ્તબ્ધ બની ગયેલાં યુવતીનાં માતા પિતાએ મહિલા હેલ્પલાઇન 181ની મદદ માંગી હતી પણ બંને વ્યક્તિ પુખ્ત હોવાથી કશું થઈ શકે તેમ નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -