Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાતમાં દલિતો કરશે જાટવાળી, શરૂ કરશે રેલ રોકો આંદોલન, ક્યારે થશે જાહેરાત, જાણો
વધુમાં જણાવ્યુ હતું કે આગામી 14 સપ્ટેમ્બરના રોજ વેજલપુરની દલિત મુસ્લિમ એકતા સભામાં ગુજરાતના ક્યા સ્થળે ક્યા સમયે, કઇ તારીખે રેલ રોકો આંદોલન કરવામાં આવશે તેની જાહેરાત કરવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉના દલિત અત્યાચાર સમિતિએ જણાવ્યુ હતું કે, અમારી તમામ માંગણીઓ ન્યાયી અને વ્યાજબી અને બંધારણીય છે તો મહેસુલ કાયદાની જોગવાઇ હેઠળ ગુજરાતની સરકાર ભૂમિવીહીન દલિતોને એક ઇંચ જમીન ફાળવવા તૈયાર નથી તથા ફાળવેલી જમીનનો માંગણી કરી રહ્યા છે તેને સોંપવા તૈયાર નથી. દલિત ઉપર ઉના અને અમરેલીમાં થયેલા ખોટા કેસો પરત લેવા તૈયાર નથી. 50 હજાર દલિતોના બેંકલોગ ભરવા તૈયાર નથી એ સંજોગોમાં ભીમ રથને આગળ વધારવા રેલ રોકવી જ પડશે.
અમદાવાદઃ ઉના દલિત અત્યાચાર લડત સમિતિ દ્ધારા આજે દલિત આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. સમિતિ દ્ધારા જાહેર કરાયેલી એક પ્રેસ નોટમાં જણાવવામાં આવ્યુ હતું કે જો રાજ્ય સરકાર દ્ધારા જમીન ન ધરાવતા દલિત પરિવારોને પાંચ એકર જમીન ફાળવવામાં નહી આવે તો સંગઠન દ્ધારા રેલ રોકો આંદોલન શરૂ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -