મોટિવેશનલ સ્પીકર રશ્મિ બંસલે કોલેજના યુવાઓ સાથે કર્યો સંવાદ
અમદાવાદઃશાંતિ બિઝનેસ સ્કૂલ આયોજીત વિચારધારા શ્રેણી અંતર્ગત સુપ્રસિદ્ધ લેખિકા અને મોટિવેશનલ સ્પીકર રશ્મિ બંસલ શહેરના યુવાનો સાથે ડેર ટુ ડ્રિમ વિષય પર વાર્તાલાપ કર્યો હતો.
રશ્મિ બંસલે જણાવ્યું કે સફળ બિઝનેસમેન બનવા માટે મેનેજમેન્ટની કોઈ ડિગ્રીની જરૂર નથી, તમારી પાસે વ્યાપાર શરુ કરવા માટે મૂડી કે અન્ય સંસાધન ના હોઈ તો પણ હિમ્મત હાર્યા વગર વ્યાપાર માટેના પ્રયત્નો ચાલુ રાખવા જોઈએ, તમે કોઈપણ ઉંમરે વ્યાપર સાહસ ખેડી શકો છો અને જો વ્યાપાર સાહસિક બનવાની ઈચ્છા હોઈ તો તમારે યુવા અવસ્થામાં વહેલી તકે તે દિશામાં પ્રયત્નો ચાલુ કરવા જોઈએ, જીવનમાં સફળતા કે નિષ્ફળતા કાયમી નથી હોતા પરંતુ તમારે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે આવનારા વર્ષોમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજેન્સની બોલા બાલા હશે તેમજ આ ટેકનોલોજીથી કોલ સેંટર જેવા ક્ષેત્રોમાં રોજગારીની તકો ઘટી જશે .
અમદાવાદ સ્થિત જાણીતી મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ શાંતિ બિઝનેસ સ્કૂલ (એસ બી એસ) આયોજીત વિચારધારા શ્રેણી અંતર્ગત સુપ્રસિદ્ધ લેખિકા, મોટિવેશનલ સ્પીકર અને ઉદ્યોગ સાહસિક રશ્મિ બંસલે શહેરના યુવાનો સાથે ડેર ટુ ડ્રિમ વિષય પર વાર્તાલાપ કર્યો હતો. પોતાના સ્વપ્નોને સાકાર કરવા માટે સામાન્ય વ્યક્તિઓ કેવા જોખમ ખેડી સાહસના સથવારે અસામાન્ય સફળતા પ્રાપ્ત કરે છે તે વિષય પર તેમણે સંવાદ કર્યો હતો.