નીતિન પટેલ વિદેશ પ્રવાસે જતાં તેમનાં ખાતાનાં કાર્યભાર ક્યા બે મંત્રીને સોંપાયો? ક્યા મંત્રી ક્યું ખાતું સંભાળશે?
નીતિન પટેલ જાપાનમાં બુલેટ ટ્રેનની મુસાફરી પણ કરશે. ગુજરાતમાં મેટ્રો રેલ સહિતના મહત્વના પ્રોજેક્ટમાં આર્થિક સહયોગ કરનાર જાપાનની સંસ્થાઓ જાઈકા અને જેટ્રોની જાપાન સ્થિત કચેરીઓની મુલાકાત લઈને તેના સંચાલક મંડળ સાથે બેઠક યોજશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ઉપરાંત ધોલેરા અને દિલ્હી મુંબઈ ઈન્ડસ્ટ્રી કોરીડોરના સંદર્ભમાં પણ વાતચીત કરવામાં આવશે. આ ઉપરાંત બુલેટ ટ્રેન અંગે જાપાનની ટેક્નોલોજી હોવાથી ત્યાંના નિષ્ણાંતોને મળશે. આ ઉપરાંત જાપાનમાં વસતા ગુજરાતી લોકો સાથે પણ મુલાકાત કરશે.
આ ઉપરાંત ઉર્જા મંત્રી સૌરભ પટેલ નાણાં, આરોગ્ય પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણનો વધારાનો હવાલો સંભાળશે. જાપાન સરકારનું આમંત્રણ મળતા નીતિન પટેલ 4થી 5 ઉચ્ચ અધિકારીઓ સાથે ગયો છે. જ્યાં તેઓ જાપાનના ઉદ્યાગપતિઓ અને સરકારના મંત્રીઓ સાથે વાટાઘાટો કરશે.
નીતિન પટેલ વિદેશ પ્રવાસ જતાં તેમના વિભાગોના કાર્યભાર બે કેબિનેટ મંત્રીઓને સોંપવામાં આવ્યો છે. જે મુજબ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમા માર્ગ-મકાન, નર્મદા, કલ્પસર અને પાટનગર યોજનાનો વધારાનો કાર્યભાર સંભાળશે.
ગાંધીનગર: નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ શનિવારથી જાપાનના પ્રવાસે ગયા છે. તેઓ 9 સપ્ટેમ્બર સુધી વિદેશ પ્રવાસ ખેડશે. જાપાનમાં યુગો સ્ટેટના કાર્યક્રમમાં નીતિન પટેલ હાજરી આપશે. જ્યાં તેઓ યુગો સ્ટેટના ગવર્નર સહિત બિઝનેસ ડેલીગેશન સાથે મુલાકાત કરશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -