ગુજરાતની બ્રાન્ડ એમ્બેસેડર દિવ્યાંગ દીકરીના ‘કલગી ફાઉન્ડેશન’ દ્વારા 30 દિવ્યાંગોને એવોર્ડથી સન્માન કરાયા
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદિવ્યાંગ દીકરી કલગીના આ સાહસને વધાવતા જાણીતા લોક કલાકાર જીગ્નેશ કવિરાજે ‘લાડકી દીકરી’ અને ‘દિકરી મારી લાડકવાઈ’ ગીત સંભળાવીને પ્રેક્ષકોની આંખમાં આંસુ લાવી દીધા હતા, તો રાજલ બારોટે પણ ‘ઇતની શક્તિ હમે દેના દાતા’ ગાઈને દિવ્યાંગોમાં જોમ ભર્યું હતું, કિંજલ દવેએ પણ ‘અમે ગુજરાતી લેરી લાલા ગીત’ ગાઈને ગુજરાતી પણાને ગૌરવ અપાવ્યું હતું .
ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુભાઈ પંડ્યાએ પણ દિવ્યાંગો માટેના આ અનોખા કાર્યક્રમને ખૂબ અભિનંદન આપીને ગદગદિત થઈ તેમણે જણાવ્યું હતું કે, દિવ્યાંગ દીકરી દ્વારા દિવ્યાંગો માટેના આવા કાર્યક્રમ મેં ક્યારેય જોયા નથી, આટલા સુંદર કાર્યક્રમ સહભાગી થવા ગુજરાત યુનિવર્સિટી પણ તૈયાર છે અને કુલપતિઓ જાહેરાત કરી હતી કે ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા દિવ્યાંગ વિદ્યાર્થીઓની શિક્ષણ ફી ગુજરાત યુનિવર્સિટી બનશે જેને સૌએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી .
કાર્યક્રમના પ્રારંભે કલગી રાવલ સંબોધન કરતાં જણાવ્યું હતું કે, કલ્કી ફાઉન્ડેશન દ્વારા દિવ્યાંગ બાળકોને બિચારા બાપડાને પરંતુ સ્વમાનભેર જીવન જીવી શકે તે માટેની નોકરી-ધંધાની તકો મળે તે માટે અમારો સતત પ્રયત્ન રહેશે. કલગીના ઉદબોધન બાદ હોલમાં ઉપસ્થિત તમામ મહેમાનોને આમંત્રિતોએ સ્ટેન્ડિંગ ઓવેશન આપીને વધાવી લીધી હતી .
ગુજરાતના દિવ્યાંગો પણ સામાન્ય વ્યક્તિ કરતાં પણ વધુ નામના મેળવી શકે છે તે પુરવાર કરનાર 30 અલગ-અલગ ક્ષેત્રના દિવ્યાંગો જેવા કે સ્પોર્ટ્સ, એજ્યુકેશન, ગીત-સંગીત, ડાન્સ અને પોતાના ખાસ કૌશલ્ય દ્વારા નામના મેળવનાર આવા દિવ્યાંગ રત્નોનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત દિવ્યાંગ રત્ન એવોર્ડમાં એવોર્ડ મેળવનારનો ઉત્સાહ વધારવા માટે ખાસ આમંત્રિત તરીકે ગુજરાતી કલાકારો જેવા કે જીગ્નેશ કવિરાજ, કિંજલ દવે, રાજલ બારોટ, મનુભાઈ રબારી, વિરલ રબારીએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં દિવ્યાંગ દ્વારા પ્રાર્થના નૃત્ય અને દેશભક્તિના ડાન્સ પણ યોજવામાં આવ્યા હતા.
ગુજરાત યુનિવર્સીટી સેનેટ હોલ ખાતે સાંજે 5થી 8 વાગે સુધી યોજાનારા આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે અમદાવાદ શહેરના મેયર ગૌતમ શાહ અને ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતાં. જ્યારે અન્ય મહાનુભાવોએ પણ હાજરી આપી હતી.
અમદાવાદ: ગુજરાતમાં સૌપ્રથમ વખત દિવ્યાંગ દીકરીના ‘કલગી ફાઉન્ડેશન’ દ્વારા ગુજરાતના વિવિધ ક્ષેત્રમાં નામના મેળવનાર 30 દિવ્યાંગોનો દિવ્યાંગ રત્ન એવોર્ડ દ્વારા સન્માન કરવાનો ખાસ કાર્યક્રમ ૯ જૂને રાખવામાં આવ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -