ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસનો જોરદાર વિરોધ, ધાનાણીની ટીંગાટોળી કરી લઇ ગઇ પોલીસ
ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને તાલાલા કોંગી સભ્ય ભગવાન બારડ, કોડિનારના ધારાસભ્ય મોહન વાળા સહિત 100 જેટલા કોંગી કાર્યકરોએ સોમનાથ-વેરાવળ હાઇવે પર કાજલી માર્કેટિંગ યાર્ડ પાસે ચક્કાજમ કર્યો હતો. ધારાસભ્ય સહિત 100 જેટલા કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમરેલીના વડિયામાં વિપક્ષ નેતા પરેશ ધાનાણી સહિત ખેડૂતોએ રસ્તો રોકી ચક્કાજમ કર્યો હતો. ઘટનાને પગલે ડીવાયએસપી સહિતનો મોટો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરી દેવા માફ કરો નહીંતર ભાજપને સાફ કરોના નારા લાગ્યા હતા. પોલીસે આંદોલનકારીઓની ટિંગાટોળી કરી 100 જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી.
રાજકોટના ગોંડલ ચોકડી પાસે મોટી સંખ્યામા કોંગ્રેસીઓ કાર્યકર્તાઓ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા અને બાદમાં તેમને જેલભરો આંદોલન કરવાનુ નક્કી કર્યું હતું. ઉપલેટામાં પણ કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ કર્યો હતો.
બીજીબાજુ ભેંસાણ ખાતે વિરોધમાં વિસાવદરના કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદભાઇ રીબડિયા સહિત 300 કાર્યકરોએ રસ્તા રોકી ચક્કાજામ કર્યો હોવાના પણ સમાચાર છે. તેમની સાથે લગભગ 300 જેટલા કાર્યકરો જોડાયા હતા. તેમજ રસ્તા પર શાકભાજી અને દૂધ ઢોળી વિરોધ કર્યો હતો.
અમદાવાદઃ રાજ્યભરમાં આજે ખેડૂતો અને કોંગ્રેસ બન્ને ખેતપેદાશોના પુરાત ભાવ ન મળતા સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ઠેર ઠેર ખેડૂતો-કોંગ્રેસ દ્વારા જબરદસ્ત વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે, આ અંતર્ગત અમરેલીના વડિયામાં વિપક્ષ નેતા પરેશ ધાનાણીની આગેવાનીમાં ચક્કાજામ કરાયો હતો, જેથી પોલીસે ધનાણીની ટીંગાટોળી કરીને સાથે 100 જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી.
જામનગર ઠેબા ચોકડી પાસે કેટલાક કોંગ્રેસી કાર્યકરોએ ખેડૂતોને પૂરતા ભાવ મળતા ચક્કાજામ કર્યો હતો, જેમાથી 36 જેટલા કાર્યકરોની પોલીસે અટકાયત કરી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો.
રાજ્યમાં ઠેર ઠેર ખેડૂતો ભાવને લઇને કોંગ્રેસ સાથે વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે. જેમાં રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ ખાતે વિરોધ પ્રદર્શન યોજાયું હતું, વળી, રાજકોટમા ક્રિષ્ના પાર્ક ચોકડી પાસે જિલ્લા કોંગ્રેસના કાર્યકરોએ ગળામાં ડુંગળીનો હાર પહેરી ચક્કાજામનો પ્રયાસ કર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -